38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : Mera Gujatat ની દહેશત સાચી ઠરી,હાથમતી નદી પર નબળા ડાયવર્ઝને...

અરવલ્લી : Mera Gujatat ની દહેશત સાચી ઠરી,હાથમતી નદી પર નબળા ડાયવર્ઝને સર્જ્યો અકસ્માત

0
43

અરવલ્લી જીલ્લામાં વિકાસના કાર્યો સતત ધમધમી રહ્યા છે વિકાસના કામો પ્રજાજનો માટે આફતરૂપ બન્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે રોડ અને બ્રિજના નિર્માણ સમયે યોગ્ય રીતે ડાયવર્ઝન આપવામાં ન આવતું હોવાની સાથે કોન્ટ્રાકટરો પૈસા બચાવવાની લાલચમાં ડાયવર્ઝન માટે બનાવેલ વૈકલ્પિક માર્ગ તકલાદી અને સાંકડો બનાવવામાં આવતો હોવાથી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે

ભિલોડા નગર નજીકથી પસાર થતી હાથમતી નદી પર બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે બ્રિજ નિર્માણના પગલે કોન્ટ્રાકારે વાહનોની અવરજવર માટે બ્રિજથી થોડે દૂર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ડાયવર્ઝન અત્યંત જોખમી હોવાનું અને ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી ગમે તે ઘડીએ અકસ્માતની ઘટના સર્જાઈ શકે છે ની દહેશત થોડા દિવસ અગાઉ Mera Gujatatમાં સૌ પ્રથમ અહેવાલ પ્રસિદ્ધ કાર્યો હતો જોકે બ્રિજ નિર્માણ કરનાર કોન્ટ્રાકર કે જવાબદાર તંત્રએ આંખ આડે કાન કર્યા હતા ત્યારે ગત રોજ રોડ પરથી પસાર થતો ટ્રક નબળા ડાયવર્ઝનને લીધે પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો

અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે હાથમતી નદી પર બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શામળાજી તરફ જઈ રહેલી એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સીધી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતે તંત્રની બેદરકારી અને નબળા કામકાજની પોલ ખોલી નાખી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,ભિલોડા પાસેથી પસાર થતી હાથમતી નદી પર બ્રિજનું કામ ચાલુ હોવાથી વાહનોની અવરજવર માટે સાઈડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શામળાજી તરફ આવતી ટ્રક ડાયવર્ઝન પરથી પસાર થતા સમયે કિનારી નજીક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારીને નદીના પટમાં ખાબકી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!