38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : ભિલોડાના નીલ સાગર કોમ્પ્લેક્ષમાં આવેલ કપડાના શો-રૂમમાં આગ લાગતા સામાન...

અરવલ્લી : ભિલોડાના નીલ સાગર કોમ્પ્લેક્ષમાં આવેલ કપડાના શો-રૂમમાં આગ લાગતા સામાન ખાખ

0
27

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકમાં હાથમતી નદીના બ્રિજ પાસે નીરસાગર પ્લાઝામાં આવેલ શ્રીજી ફેશન નામની રેડીમેડ ગારર્મેન્ટની દુકાનમાં અગમ્ય કારણોસર એકા-એક ભીષણ આગ ભભુકી ઉઠી, ધુમાડાના ગોટે ગોટા દુર-દુર સુધી પ્રસર્યા, ધટના સ્થળ પર સ્થાનિક પ્રજાજનો સહિત વેપારીઓ એકત્રિત થઈ ગયા, ભીષણ આગ પર કાબુ મેળવવા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવ્યો, દુકાન માલિકને લાખ્ખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ શ્રીજી ફેશન નામની દુકાનમાંથી અચાનક ધુમાડા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આજુબાજુની દુકાનોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.આગની ઘટનામાં દુકાનમાં રહેલ કપડાંનો મોટો જથ્થો તથા અન્ય સામાન સંપૂર્ણપણે બળી ને ખાખ થઈ ગયો હતો સદનસિબે જાનહાની ટળી હતી દુકાનમાં આગ લાગતા બજારમાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. અગ્નિશામક દળને જાણ કરવામાં આવતા મોડાસા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો

ભિલોડા તાલુકા મથકમાં ફાયર બ્રિગેડની તાતી જરૂરિયાત
અરવલ્લી જીલ્લાના ભિલોડા અને શામળાજી વિસ્તારમાં જ્યારે – જ્યારે કોઈ પણ જગ્યાએ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભુકી ઉઠે ત્યારે જ્યાં આગ લાગી હોય ત્યાં લાખ્ખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે ભિલોડાથી 30 કિલોમીટર દૂર જીલ્લા મથક મોડાસા શહેરથી ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાયટર મશીન સાથે પહોંચે તે પહેલા મોટા ભાગે આગ લાગવાના સ્થળે નુકશાન થઈ ચૂક્યું હોય છે સુપ્રસિદ્ધ શામળાજી મંદિરની આજુબાજુ આગ લાગે તો મોટી જાનહાની થવાનો ભય રહેલો છે ભિલોડાના નગરજનો અને સમગ્ર વિસ્તારના લોકોએ અનેક વાર ફાયર સ્ટેશન માટે રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈ પાછી આવતા વેપારીઓ સહિત લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે અને યુદ્ધના ધોરણે ફાયર સ્ટેશન બનાવવામાં આવેની માંગ બળવત્તર બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!