33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, વિકાસના અનેક પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર

અરવલ્લી : મોડાસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, વિકાસના અનેક પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર

0
40
  • પાંચ વર્ષ પૂર્ણ થતા બોડીએ વ્યક્ત કર્યો વિકાસનો વિશ્વાસ, રિવરફ્રન્ટ સહિતના કામોને લીલી ઝંડી
  • ગાંધી નિર્વાણ દિને મૌન પાળીને શરૂ થયેલી બેઠકમાં શહેર વિકાસ પર ભાર
  • મોડાસા નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામોને મંજૂરી

મોડાસા, તા. 30 જાન્યુઆરી: મોડાસા નગરપાલિકાની સામાન્ય સભા મળી. મોડાસા નગરપાલિકા ના પ્રમુખ નિરજ બી. શેઠના અધ્યક્ષસ્થાને મળલી સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

સામાન્ય સભાની શરૂઆતમાં ચાલુ ટર્મના કાઉન્સિલર આશાબેન ખાંટ અને મહારાષ્ટ્રના ઉપમુખ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે જ ગાંધી નિર્વાણ દિન નિમિત્ત બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
ચૂંટાયેલી બોડીના પાંચ વર્ષ પૂર્ણ થતા અધ્યક્ષ નિરજ શેઠે તમામ સભ્યોના સાથ અને સહકારથી મોડાસા શહેરમાં વિકાસના કામો આગળ વધ્યા હોવાનું જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. બેઠકમાં એજન્ડા તથા અધ્યક્ષસ્થાનેથી રજૂ થયેલા તમામ પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા.
નગરપાલિકા દ્વારા શહેર વિકાસને ગતિ આપવા રિવરફ્રન્ટ, કોમ્યુનિટી હોલ તેમજ તાજેતરમાં નગરપાલિકા વિસ્તારમાં સમાવાયેલા વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ ઝડપથી પહોંચાડવા જેવા મહત્વના મુદ્દાઓ એજન્ડા પર લેવામાં આવ્યા હતા.

AIMIMના સભ્ય સીકંદરભાઈ સુથાર (રાજાબાબુ)એ બોડીના પાંચ વર્ષ દરમિયાન સારા વહીવટ બદલ અધ્યક્ષ તથા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સભ્યો સોએબ જેથરા અને સાહિદ બેલીમ (ગોલ્ડી)એ પણ તમામ વોર્ડમાં થયેલા વિકાસકાર્યો બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં અધ્યક્ષે ફરી એકવાર સભ્યોના સહકાર માટે આભાર વ્યક્ત કરી શહેરના ઝડપી વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. બેઠકમાં ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, કારોબારી ચેરમેન અતુલભાઈ જોષી, વિવિધ શાખાના ચેરમેન, સભ્યો, મુખ્ય અધિકારી ભદ્રેશભાઈ પટેલ તથા શાખા અધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!