Some Populer Post

  • Home  
  • મોડાસા : લાયન્સ કલબ સો.સંચાલિત શ્રી વા.હી.ગાંધી બહેરા મૂંગા શાળામાં ખિલન પટેલનું સન્માન કરવામાં આવ્યું
- ગુજરાત

મોડાસા : લાયન્સ કલબ સો.સંચાલિત શ્રી વા.હી.ગાંધી બહેરા મૂંગા શાળામાં ખિલન પટેલનું સન્માન કરવામાં આવ્યું

[…]

IMG 20260211 WA0012

વર્લ્ડ કપ અન્ડર-19 ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર અને અરવલ્લી જિલ્લાના પનોતા પુત્ર ખીલન પટેલે ભારતીય ટીમને વિશ્વ વિજેતા બનાવવા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર દેશમાં અને ક્રિકેટ જગતમાં અરવલ્લીનું નામ ગુંજતું કર્યું હતું ખીલન પટેલ માદરે વતન નહેરૂપુરા કંપા આવતા મોડાસા શહેરમાં ભવ્યાતિ ભવ્ય રેલી અને આતશબાજી સાથે સન્માન કરવામાં આવ્યું હતું મોડાસા શહેરની લાયન્સ કલબ સો.સંચાલિત શ્રી વા.હી.ગાંધી બહેરા મૂંગા શાળામાં ખિલન પટેલનું દિવ્યાંગ બાળકોએ બેટ આપી સન્માન કર્યું હતું

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં લાયન્સ કલબ સો.સંચાલિત શ્રી વા.હી.ગાંધી બહેરા મૂંગા શાળા અને આઇટીઆઈમાં અરવલ્લી જિલ્લાનું ગૌરવ ક્રિકેટ વર્લ્ડ કપ અન્ડર-19 વિજેતા ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર ખિલન પટેલને સંસ્થાના દિવ્યાંગ બાળકોએ બેટ અર્પણ કરી ખુબ સન્માન કર્યું હતું ખિલન પટેલે દિવ્યાંગ બાળકોનો અપાર પ્રેમ નિહાળી ગદગદિત બન્યો હતો ખીલન પટેલના પિતા અનિલ પટેલે ખીલનના જન્મદિવસની ઉજવણી સંસ્થાના બાળકો સાથે કરશેની જાહેરાત કરી હતી ખીલન પટેલને સ્થાના પ્રમુખ ડો ટી.બી.પટેલે પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યો હતો સ્ટાર ક્રિકેટર ખીલન પટેલ દિવ્યાંગ બાળકો સાથે ક્રિકેટ રમી અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો આ પ્રસંગે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જગદીશ પટેલ,કચ્છ કડવા પાટીદાર સમાજના રાજુ ભાઈ પટેલ,સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ તથા ડૉ. જીતેન્દ્ર ભાઈ પટેલ, મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ,તથા સુરેશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page