Some Populer Post

  • Home  
  • અરવલ્લી જીલ્લાના ગૌરવસમા ક્રિકેટર ખીલન પટેલનું જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન
- Top News - ગુજરાત

અરવલ્લી જીલ્લાના ગૌરવસમા ક્રિકેટર ખીલન પટેલનું જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન

[…]

IMG 20260211 WA0016

કલેકટર પ્રશસ્તિ પારીક અને વિકાસ અધિકારી દિપેશ કેડિયા દ્વારા કરવામાં આવ્યું સન્માન
U-19 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમના ખેલાડી છે ખીલન પટેલ

અરવલ્લી જીલ્લાના નહેરૂપુરા કંપાના અને મોડાસા શહેરમાં ક્રિકેટ અને અભ્યાસની કારકિર્દી માટે સ્થાઇ થયેલ ખેડૂત પુત્ર ખીલન પટેલે સમગ્ર દેશમાં પોતાની ક્રિકેટથી નામના મેળવી છે. તાજેતરમાં યોજાયેલી U-૧૯ વિશ્વકપ સ્પર્ધાની વિજેતા ભારતીય ટીમના ખેલાડી ખીલન પટેલનું અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર વતી સન્માન કરવામાં આવ્યું હતું

મોડાસાના નહેરુકંપાના ખેડૂતપુત્ર ખીલન પટેલનું અંડર-૧૯ વિશ્વકપમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન ભારતીય ટીમને વિજેતા બનાવવામાં મહત્વનો હિસ્સો બન્યું હતું. આજે તેમના આ વિજયને બિરદાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખીલન પટેલનું સન્માન કરવામાં આવ્યું. જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક અને જીલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા દ્વારા ખીલન પટેલનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું

 

સાથેજ તેમની કારકિર્દીના નિર્માણ માટે પોતાના વ્યાપારનો વિચાર કર્યા વિના સતત તેમને પ્રોત્સાહિત કરવા બદલ તેમના પિતાનું પણ આજે સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વાતચીત કરતા ખીલન પટેલે પોતાની પ્રેક્ટિસના દિવસોને પણ યાદ કર્યા હતા. સાથેજ જિલ્લા કલેકટરે તેમણે શુભેચ્છાઓ આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page