Some Populer Post

  • Home  
  • Exclusive : અરવલ્લી માંગે એસ્ટ્રો ટર્ફ હોકી ગ્રાઉન્ડ : સ્પોર્ટ્સ સંકુલ બનશે પરંતુ હોકી માટે એસ્ટ્રો ટર્ફ હજુ સપનું!
- Top News - ગુજરાત

Exclusive : અરવલ્લી માંગે એસ્ટ્રો ટર્ફ હોકી ગ્રાઉન્ડ : સ્પોર્ટ્સ સંકુલ બનશે પરંતુ હોકી માટે એસ્ટ્રો ટર્ફ હજુ સપનું!

[…]

નામંજૂર ઇને કહેવાતી સારી કામગીરીને લઇને કલેક્ટરે ગંભીરતા દાખવી 20260211 055824 0000 scaled
  • એસ્ટ્રો ટર્ફ વગર પણ અરવલ્લીના હોકી ખેલાડીઓ રાષ્ટ્રીય મંચે
  • સુવિધાઓ નહીં, સંકલ્પે જીત્યું: અરવલ્લી જિલ્લાના હોકી ખેલાડીઓની અનોખી સફર
  • સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યું છે, પરંતુ હોકી માટે એસ્ટ્રો ટર્ફ હજુ સપનું!
  • અરવલ્લી શિક્ષણ અને રમતમાં અવ્વલ, હોકીમાં સુવિધાનો અભાવ છતાં સિદ્ધિ
  • મહેનત સામે સુવિધાની કમી: અરવલ્લી જિલ્લાના હોકી ખેલાડીઓનો સંઘર્ષ

અરવલ્લી જિલ્લો શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે હંમેશા આગવી ઓળખ ધરાવે છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં અહીંના ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પ્રતિભા દર્શાવી છે. ખાસ કરીને હોકી રમતમાં અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ એ વાત સાબિત કરી છે કે સુવિધાઓની અછત પ્રતિભાને રોકી શકતી નથી.
ચિંતાજનક બાબત એ છે કે, અરવલ્લી જિલ્લામાં આજદિન સુધી હોકી માટેનું એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી. આધુનિક સમયમાં હોકી રમત માટે એસ્ટ્રો ટર્ફ અનિવાર્ય માનવામાં આવે છે. તેમ છતાં અહીંના ખેલાડીઓ સામાન્ય મેદાન પર અભ્યાસ કરી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યા છે, જે જિલ્લાના રમતગમત સંસ્કાર અને ખેલાડીઓની અડગ મહેનતનો પુરાવો છે.

હાલમાં અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે જિલ્લાની રમતગમત વિકાસ દિશામાં એક સકારાત્મક પગલું છે. પરંતુ આ સંકુલમાં જો હોકી માટેનું એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ સામેલ નહીં કરવામાં આવે, તો ભવિષ્યમાં હોકી ખેલાડીઓને વધુ મહેનત કરવી પડે તો નવાઈ નહીં. કારણ કે રાજ્ય અને રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં હવે મોટા ભાગે એસ્ટ્રો ટર્ફ પર જ મેચો યોજાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં ગણતરીના હોકી એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ ઉપલબ્ધ છે. દેવગઢ બારિયામાં એક એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ કાર્યરત છે, જ્યારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ ઉપલબ્ધ છે. આવા સંજોગોમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી જેવા જિલ્લાને આ સુવિધાથી વંચિત રાખવું યોગ્ય નથી.

રમતગમત નિષ્ણાતો અને ખેલાડીઓનું માનવું છે કે જો અરવલ્લી જિલ્લામાં હોકી માટેનું એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ બને, તો અહીંના ખેલાડીઓ રાજ્ય પૂરતા સીમિત નહીં રહે પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જિલ્લાનું નામ રોશન કરી શકે.

હવે જરૂર છે કે સરકારી તંત્ર અને રમતગમત વિભાગ અરવલ્લી જિલ્લાના હોકી પ્રતિભા પર વિશ્વાસ મૂકે અને સ્પોર્ટ્સ સંકુલમાં હોકી એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડની વ્યવસ્થા સુનિશ્ચિત કરે, જેથી ‘સુવિધાની કમી’ નહીં પરંતુ ‘સુવિધાથી સફળતા’ અરવલ્લીની ઓળખ બને.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page