Some Populer Post

  • Home  
  • ક્રિકેટમાં અંડર-19 વિશ્વ વિજેતા ખિલન પટેલનું બી – કનઈ હાઈસ્કૂલ ખાતે ભવ્ય સન્માન
- ગુજરાત - સ્પોર્ટ્સ

ક્રિકેટમાં અંડર-19 વિશ્વ વિજેતા ખિલન પટેલનું બી – કનઈ હાઈસ્કૂલ ખાતે ભવ્ય સન્માન

[…]

IMG 20260212 WA0140

મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી-કનઈ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ખિલન પટેલે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ-2026 માં શાનદાર પ્રદર્શન કરી વિશ્વ વિજેતા બનવાનું બહુમાન મેળવ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ આજે શાળા પરિવાર અને મોડાસા કેળવણી મંડળ દ્વારા તેમનું ભવ્ય વિજય સન્માન કરવામાં આવ્યું હતું.

ખિલન પટેલનું શાળાના મુખ્ય દ્વાર પર ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવી સમગ્ર વાતાવરણ ગજવી દીધું હતું.

મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન. ર શાહ, ઉપપ્રમુખ પંકજ બુટાલા તેમજ નિખિલ શાહ અને અન્ય હોદ્દેદારો દ્વારા ખિલનને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે, “ખિલને માત્ર શાળાનું જ નહીં પણ સમગ્ર અરવલ્લી જિલ્લા અને ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.”

પોતાની સફળતાનો શ્રેય શાળાના ગુરુજનો અને માતા-પિતાને આપતા ખિલને જણાવ્યું કે, “આ જ મેદાન પર રમીને મેં ક્રિકેટના પાઠ શીખ્યા છે. સખત પરિશ્રમ અને આત્મવિશ્વાસ હોય તો નાના શહેરનો યુવાન પણ વિશ્વ જીતી શકે છે.”

આ પ્રસંગે શાળાના કેમ્પસ ડાયરેક્ટર જે. પી ઉપાધ્યાય તેમજ આચાર્ય કુંદન સિંહ જોદ્ધા , વાઇસ પ્રિન્સિપાલ વિક્કી ડી સોની , શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની આ સફળતાથી વર્તમાન વિદ્યાર્થીઓમાં પણ રમતગમત પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મોડાસા પંથકમાં ખિલન પટેલની આ સિદ્ધિની ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page