Some Populer Post

  • Home  
  • મોડાસા : ક્રિકેટ ખીલન પટેલનું ઠેર ઠેર સ્વાગતથી અને શુભેચ્છા મુલાકાતથી પરિવાર ભાવુક
- Top News - ગુજરાત

મોડાસા : ક્રિકેટ ખીલન પટેલનું ઠેર ઠેર સ્વાગતથી અને શુભેચ્છા મુલાકાતથી પરિવાર ભાવુક

[…]

IMG 20260212 WA0150 scaled

વર્લ્ડ કપ અંડર 19 ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર અરવલ્લી જિલ્લાના પનોતા પુત્ર ખીલન પટેલ અંડર 19 ટીમને વિજેતા બનાવવા ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડર પ્રદર્શન કરી સમગ્ર દેશમાં અરવલ્લી જિલ્લાને સન્માન અપાવ્યું છે અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં રાજકીય અગ્રણીઓ, સેવાકીય અગ્રણીઓ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા યુવા ક્રિકેટર ખીલન પટેલનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે

મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, મોડાસા નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધી,સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જાણીતા બિલ્ડર દિલીપ પટેલ, સબલપુર પંચાયતના સરપંચ, વોલ્વા સરપંચ, મોડાસાના વેપારી ગણ વગેરે દ્વારા ખીલન પટેલને શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ વતી રમી વર્લ્ડ કપ વિજેતા થાય એવી શુભકામના પાઠવી હતી ખીલન પટેલ અને તેનો પરિવાર સમગ્ર જીલ્લામાં ઠેર ઠેર સ્વાગત અને શુભેચ્છા મુલાકાતથી ભાવુક બન્યો હતો દરરોજ અનેક યુવક ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓ ખીલન પટેલની મુલાકાત કરી ગૌરવ અનુભવી રહ્યા છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page