Some Populer Post

  • Home  
  • ઘઉંની આડમાં ગાંજાના વાવેતર પર્દાફાશ કરતી અરવલ્લી SOG : ડ્રોન ની મદદથી ઑપરેશન, 83 છોડ સાથે 1 આરોપી ઝડપી
- ક્રાઇમ

ઘઉંની આડમાં ગાંજાના વાવેતર પર્દાફાશ કરતી અરવલ્લી SOG : ડ્રોન ની મદદથી ઑપરેશન, 83 છોડ સાથે 1 આરોપી ઝડપી

[…]

IMG 20260212 WA0468

અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થ વિરુદ્ધ પોલીસની સક્રિય કામગીરી વચ્ચે ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુણોલ (લાલપુર) ગામની સીમમાં ઘઉંના પાકની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર થતું હોવાની હકીકત સામે આવી છે. અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે ખાનગી બાતમીના આધારે ડ્રોનની મદદથી ઑપરેશન પાર પાડી એક શખ્સને દબોચી લીધો છે.

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસિયાની ટીમે ખાનગી બાતમી મળી હતી કે, મેઘરજ તાલુકાના ઈસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુણોલ લાલપુર ગામની સીમમાં ઘઉંની આડમાં ગાંજાનું વાવેતર થયેલું છે. બાતમીના આધારે ડ્રોન દ્વારા ખેતરની ચકાસણી કરતાં ઘઉંના પાકની આડમાં ગાંજાના છોડ જોવા મળ્યા હતા. સ્થળ પર જ એફ.એસ.એલ. સહિતની ટીમ પહોંચી હતી. પ્રાથમિક પરીક્ષણ કરતાં તે વનસ્પતિજન્ય ગાંજો હોવાનું નિશ્ચિત થયું હતું. પોલિસે ગાંજાના 83 છોડ, જે છોડનું કુલ વજન ૮.૭૩૦ કિલોગ્રામ સાથે અંદાજે કિંમત રૂપિયા ૪,૩૬,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

VID 20260212 WA0542

આ મામલે ખેતરનો ભોગવટો રાખનાર રાજુભાઈ કાંતિભાઈ નાથબાવા (ઉ.વ. ૪૪), હાલ રહે. કુણોલ (લાલપુર), તા. મેઘરજ, જી. અરવલ્લી (મૂળ રહે. વિસનગર, જી. મહેસાણા) ને પોલીસ દ્વારા ઝડપી એન.ડી.પી.એસ. એક્ટ, ૧૯૮૫ની કલમ ૨૦(૨)(બી) અને ૮(સી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page