Some Populer Post

  • Home  
  • અરવલ્લી: સાધુના વેશમાં ગાંજાની ખેતી કરતા રાજુ નામના શખ્સને ઝડપી પાડતી SOG, વાંચો કોણ છે આ
- Top News - વિડીયો

અરવલ્લી: સાધુના વેશમાં ગાંજાની ખેતી કરતા રાજુ નામના શખ્સને ઝડપી પાડતી SOG, વાંચો કોણ છે આ

[…]

WhatsApp Image 2026 02 12 at 4.14.03 AM
  • નાથબાવાએ મઢુલી નજીક ખેતરમાં નશાની ખેતી કરી,SOGએ 4.36 લાખના ગાંજા ના છોડ ઝડપ્યા
  • વિસનગર ગાયત્રી નગર સોસાયટીનો રાજુ નાથબાવાએ તેના પિતાની સમાધી સ્થાને નશાનો કાળો કારોબાર ચાલુ કર્યો
  • ઇસરી પોલીસ સ્ટેશનના કુણોલ (લાલપુર)માં ખેતરમાંથી ગાંજાની ખેતીનો SOGએ પર્દાફાશ કરી સાધુના વેશમાં રહેલ શખ્સને દબોચ્યો

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે નશાનો કાળો કારોબાર કરતા અને નશાની ખેતી કરતા અસમાજિક તત્ત્વો સામે લાલ આંખ કરી છે જીલ્લા એસઓજી પોલીસે સાધુના વેશમાં રહેલા નશાની ખેતી કરતા નાથબાવાને દબોચી લીધો હતો નાથબાવાએ તેના પિતાની સમાધી નજીક ખેતરમાં ઘઉંની આડમાં 83 ગાંજાનાછોડનું વાવેતર કર્યું હતું સાધુના વેશમાં નાથબાવો નશાની ખેતી કરતો પોલીસની ઝપટે ચઢાતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો

અરવલ્લી SOG પીઆઇ એચ.પી. ગરાસિયા અને તેમની ટીમે ઈસરી પોલીસને ઉંઘતી રાખી બાતમીના આધારે કુણોલ (લાલપુર)ગામ નજીક ગાંજાની ખેતીનો મોટાપાયે પર્દાફાશ કરતા ઈસરી પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા થયાં છે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ અને ગાંજા સહીત નશા કારક પદાર્થોની હેરાફેરી થતી હોવાની સાથે ખાખીનો ખોફ ગાયબ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અરવલ્લી જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ઈસરી નજીક કુણોલ (લાલપુર)ગામ નજીક નાથ બાવા તરીકે રહેતો એક શખ્સ તેની મઢુલી નજીક ખેતરમાં ઘઉંની ખેતીની આડમાં ગાંજાની ખેતી કરતો હોવાની બાતમી મળતા એફએસ એલની ટીમ સાથે બાતમી સ્થળે પહોંચી ડ્રોનની મદદથી ખેતરમાં ઘઉંની આડમાં વાવેતર કરેલ ગાંજાના 83 છોડ શોધી કાઢ્યા હતા 4.36 લાખનો 8.730 ગ્રામ લીલો ગાંજો જપ્ત કરી રાજુ કાંતિ નાથબાવા (હાલ રહે,કુણોલ-,લાલપુર,મૂળ રહે,ગાયત્રી નગર સોસાયટી, વિસનગર -મહેસાણા) નામના શખ્સ ને દબોચી લઇ એસઓજી પોલીસે ઈસરી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર,કુણોલ (લાલપુર)ગામ નજીક રાજુ નાથબાવાના પિતા કાંતિ નાથ બાવા નાઓ બે નાની રૂમમાં આશ્રમ અને મઢુલી જેવું બનાવી સંતની ધૂણી ધખાવી હતી અને નજીક ખેતરમાં ખેતી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમનું અવસાન થતા તે સ્થળે સમાધી બનાવી હતી તેમનું મૃત્યુ થતા તેમનો પુત્ર રાજુ નાથબાવા રહેતો હતો અને ભજન કીર્તન કરતો હોવાની સાથે સત્સંગ કરતો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હતા રાજુ નાથબાવા ભક્તો સાથે મળી ગાંજાનો નશો કરતો હતો ગાંજાના નશાના પગલે સાંજે અને રાત્રીના સુમારે અનેક યુવકોની અહીંયા અવર જવર રહેતી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page