- શું અરજદારે કચેલી અરજી યોગ્ય છે ?
- શું અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તપાસાં રસ નથી દાખવતું કે શું ?
- અરજદારે કરેલી અરજી પર ગંભીરતા નથી દાખવવામાં આવતી કે શું ?
- કોણ સાચું અને કોણ ખોટું, તેના પર તંત્રએ યોગ્ય તપાસ કરવી જોઈએ
અરવલ્લી જિલ્લામાં ગૌચર પર દબાણો, ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓ પર લગામ ક્યારે લાગશે, તેનો ખ્યાલ નથી. પરંતુ જાગૃત અરજદારો તંત્રને રજૂઆત કરે, તો પણ અરજીને ધ્યાને ન લેવાતી હોય, તેવા સવાલો ઉઠી રહ્યા છે. આવા જ ગંભીર સવાલો માલપુર મામલતદાર કચેરી સામે અરજદારે ઉઠાવ્યા છે. અને આજ બાબતે કલેક્ટરને રજૂઆત કરી છે. અરજદારે જણાવ્યું છે કે, માલપુર ગામ સર્વે નંબર 127/2 જમીનના નિયમ વિરુધ્ધ કોમ્પલેક્ષ બાંધકામ અંગે કલેક્ટર કરી હતી, સાથે જ સ્વાગતમાં પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના સામે માલપુર મામલતદાર સર્કલ દ્વારા ઉચ્ચ કક્ષાએ જે જવાબ મોકલાયો છે, જે ખોટો છે.
અરવલ્લી જિલ્લા ભાજપના નેતા અને અરજદાર બિપિન પટેલે કલેક્ટરને આવેદન પત્ર આપી લેખિતમાં જણાવ્યું છે કે, માલપુર ગામમાં 127/ 2 જમીનના નિયમ વિરુદ્ધ કોમ્પલેક્ષ નું બાંધકામ અટકાવવા તથા શરતભંગ બાબતે રજૂઆત અરજી કરેલ હતી. આ સમગ્ર મામલે માલપુરના મામલતદાર કચેરીના સર્કલ દ્વારા તપાસ તો કરવામાં આવી છે, જોકે અરજદારને બોલાવવામાં આવ્યા નથી. અરજદાર બિપિન પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે કે, સર્કલ દ્વારા બારોબાર ખોટો જવાબ અને પંચનામુ કરવામાં આવ્યું છે, અને કલેક્ટરને જાણ કરી દેવામાં આવી છે. અરજદારે ચીમકી ઉચ્ચારી છે કે, જો યોગ્ય તપાસ નહીં થાય તો, તેઓ હાઈકોર્ટના દરવાજા ખખડાવશે.




