Some Populer Post

  • Home  
  • સ્ટેટ મોનિટરિંગ સેલે મોડાસા થી કન્ટેનર ભરેલો દારૂ પકડ્યો, હવે અરવલ્લી પોલીસની દોડધામ!
- Top News

સ્ટેટ મોનિટરિંગ સેલે મોડાસા થી કન્ટેનર ભરેલો દારૂ પકડ્યો, હવે અરવલ્લી પોલીસની દોડધામ!

[…]

કચેરી 20260213 141003 0000 scaled
  • મોટો જથ્થો બહાર આવ્યો બાદ જિલ્લામાં ‘કેસ’ની હોડ!
  • નાક બચાવવાની કવાયત? સાંજ સુધીમાં કેસ નોંધાય તો નવાઈ નહીં
  • દારૂ પકડાયા બાદ હરકતમાં પોલીસ તંત્ર – હવે કોણ કરે મોટી કાર્યવાહી?
  • કન્ટેનર કાંડ બાદ અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં

સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ જિલ્લામાં હલચલ
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂ પકડાવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. અનેક સ્થળોએ સ્થાનિક લોકો દ્વારા દારૂની હેરાફેરીનો પડદાફાશ થતો રહ્યો છે. આ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા જિલ્લામાં પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ, કન્ટેનરમાંથી મળેલ જથ્થો નોંધપાત્ર માત્રામાં હોવાનું કહેવાય છે. આ કાર્યવાહી બાદ મોડાસા સહિત અરવલ્લી જિલ્લા એલસીબી અને અન્ય પોલીસ ટીમો સક્રિય થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

‘કેસ’ કરવાની હોડ?
સ્થાનિક સ્તરે ચર્ચા છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી થતા હવે જિલ્લા પોલીસ પણ દારૂ પકડવાનો કેસ નોંધાવી સક્રિયતા દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે.
ચર્ચા એવી પણ છે કે જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસનું ‘નાક ન કપાય’ તે માટે તાત્કાલિક કાર્યવાહી અને કેસ નોંધાવવાની દોડધામ શરૂ થઈ છે. જો સાંજ સુધીમાં અરવલ્લી પોલીસે દારૂ પકડવાનો કેસ નોંધાવી દે તો નવાઈ નહીં એવી અટકળો પણ ચાલી રહી છે.

  • સવાલો ઉભા થાય છે
  • શું જિલ્લામાં દારૂની હેરાફેરી લાંબા સમયથી ચાલી રહી હતી?
  • સ્થાનિક પોલીસને અગાઉથી માહિતી નહોતી?
  • સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ જ સક્રિયતા કેમ?
  • શું હવે સતત અભિયાન હાથ ધરાશે?
  • છેક ગાંધીનગર ગંધ ગઈ… પણ નજીક ટાઉન સુધી કેમ ન આવી!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page