સાયબર ગઠીયાઓ નિતનાવા કિમીયા અપનાવી સાયબર ફ્રોડ કરી રહ્યા છે વેલેન્ટાઇન વીક દરમિયાન રોમાન્સ સ્કેમ સૌથી મોટું જોખમ છે. આમાં છેતરપિંડી કરનારાઓ સોશિયલ મીડિયા પર આકર્ષક નકલી પ્રોફાઇલ બનાવે છે.અને યુવકો અને પ્રેમમાં પડવા અધીરા બનેલા લોકોને શિકાર બનાવી રહ્યા છે મોડાસા શહેરમાં એક યુવક અને આધેડ ઇન્ટરનેટ પર પ્રણય ફાગ ખેલવા જતા હજ્જારો રૂપિયા ગુમાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સાયબર ઠગાઈનો ભોગ બનેલ પીડિત યુવક અને આધેડ પરિવારમાં અને ગામમાં આબરૂ જવાના ડરથી મગનું નામ મરી પાડવા કે પોલીસ ફરિયાદ કરવા ટાળી રહ્યા છે અને ગુપ્તતા રાખી રહ્યા છે
વેલેન્ટાઇન વીકની શરૂઆત થતાં જ જ્યારે લોકો પોતાના પ્રિયજન માટે સરપ્રાઈઝ અને ગિફ્ટ્સનું પ્લાનિંગ કરી રહ્યા છે, ત્યારે સાયબર ગુનેગારો પણ સક્રિય થયા છે. ડિજિટલ યુગમાં પ્રેમના નામે છેતરપિંડી કરવા માટે સ્કેમર્સ સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સનો સહારો લઈ રહ્યા છે. રોમાન્સ સ્કેમ અને ફેક ગિફ્ટ ડિલિવરી દ્વારા લોકોના બેંક એકાઉન્ટમાંથી નાણાં ચોરી લેવાની ઘટનાઓ વધતા સાયબર નિષ્ણાતોએ ચેતવણી જાહેર કરી છે. આ છેતરપિંડીથી બચવા માટે ટેકનોલોજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો અનિવાર્ય બન્યો છે.
રોમાન્સ સ્કેમ, ભાવનાત્મક છેતરપિંડીથી બચો
વેલેન્ટાઇન વીક દરમિયાન રોમાન્સ સ્કેમ સૌથી મોટું જોખમ છે. આમાં છેતરપિંડી કરનારાઓ સોશિયલ મીડિયા પર આકર્ષક નકલી પ્રોફાઇલ બનાવે છે.શરૂઆતમાં તેઓ મીઠી વાતો અને “I Love You” જેવા સંદેશાઓથી તમારો વિશ્વાસ જીતે છે.વિશ્વાસ કેળવાયા પછી, તેઓ અચાનક મેડિકલ ઇમરજન્સી અથવા નોકરી ગુમાવવાનું બહાનું કાઢીને નાણાંની માંગણી કરે છે. એકવાર પૈસા ટ્રાન્સફર થયા પછી, તે પ્રોફાઇલ સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ જાય છે.
ફ્રી ગિફ્ટ અને ડિલિવરીના નામે ઓનલાઈન ફ્રોડ
ઘણા યુઝર્સને વોટ્સએપ અથવા એસએમએસ દ્વારા મેસેજ મળે છે કે તેમના નામે કોઈએ મોંઘી ગિફ્ટ અથવા ફ્લાવર ડિલિવરી મોકલી છે.આ મેસેજમાં એક શંકાસ્પદ લિંક હોય છે.
ડિલિવરી કન્ફર્મ કરવા માટે OTP અથવા નાની રકમ ચૂકવવાનું કહેવામાં આવે છે.જેવી તમે લિંક પર ક્લિક કરો છો અથવા બેંકિંગ વિગતો આપો છો, સાયબર ચોર તમારા ડિજિટલ વોલેટનો એક્સેસ મેળવી લે છે.અને રૂપિયા ખંખેરી લેતા હોય છે



