અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં આજકાલ એક અજબ શાંતિ છે. દારૂની ગાડીઓ ધડાધડ પસાર થાય, બોર્ડર પરથી બાઈક સવારી કરે, કન્ટેનરો ટાઉન વિસ્તારમાંથી પસાર થાય — છતાં અહીંની વ્યવસ્થા એટલી નિરાંતભરી છે કે, જાણે બધું જ નિયમસર ચાલે છે! શુક્રવારે સ્ટેટ મોનિટરિંગ સેલએ મોડાસા વિસ્તારમાંથી એક મોટું કન્ટેનર ઝડપી પાડ્યું છે. કન્ટેનરમાં દારૂનો જથ્થો એવો કે, વાત જ જવા દો… હવે સવાલ એ છે કે, ગાંધીનગર સુધી બેસેલી ટીમને ખબર પડી જાય, પણ અહીંની અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને પવન પણ ન લાગે. એટલું જ નહીં મોડાસા ટાઉન પોલિસ સ્ટેશનની ડી સ્ટાફ પણ…..એટલું જ નહીં સમગ્ર અરવલ્લી જિલ્લા પોલિસ મેડિટેશનમાં હોય, તેવું પણ લાગે છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં એક મોટું કંટેનર પકડ઼ી પાડ્યું છે, જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંક પહોંચાડવાનો હતો, જોકે બુટલેગરો આ દારૂ નિયત જગ્યાએ પહોંચાડે, તે પહેલા જ અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની આવડી મોટી સેનાની કામગીરી પર પાણી ફરી વળ્યું છે. હાલ પોલિસ મોટા-મોટા ડિટેક્શન કરીને, દારૂ જેવા પ્રોહિબિશન પરથી ધ્યાન હટાવી દેવામાં માંગતી હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે. હવે ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે, દિવસથી ત્રણ થી ચાર ગાડીઓ પસાર થતી હશે,,, જેમાંથી આ એક કંટેનર પકડાઈ ગયું. આવા મહિનામાં કેટલા કંટેનરમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હશે, તે એક સવાલ છે.
એટલું જ નહીં, ઈસરી બોર્ડર પરથી રોજે-રોજ બાઈક પર લાખો રૂપિયાનો દારૂ ઘુસાડાય છે, જેનો વીડિયો થોડા દિવસ પહેલા વાઈરલ થયો હતો, જોકે આ બહાદુર અને ડિટેક્શન કરતી પોલિસ મોડાસા ના બુટલેગરો સુધી પહોંચી શકી નથી. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની આટલી મોટી સેનાને બુટલેગરોને પકડવામાં રસ કેમ નથી ? જો બુટલેગરોને પકડી પાડે તો,, લોચો થઈ જાય અને. પોલિસ, પોલિસ જ રહે તો આવું ન થાય, પણ જ્યારે પોલિસ વહીવટદાર બની જાય, ત્યારે આવું થતું રહે છે.
ગાંધીનગર સુધી સ્ટેટ મોનિટરિંગ સેલને ખબર પડી જાય, તો અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચને કેમ ખબર નથી પડતી ? જો આવડી મોટી ટીમને ખબર ન પકડતી હોય, ટીમમાં ફેરફાર કરવો જોઈએ. બાકી તો આવા કેટલાય કંટેનર નિકળી જશે, તેમાં કોઈ બે મત નથી.



