Some Populer Post

  • Home  
  • અરવલ્લી: દારૂની ગાડીઓ બીજી પોલિસ પકડે, સ્થાનિક પોલિસ ઉચ્ચ અધિકારીઓ ને કહે – ‘બાયડ-સાઠંબા માં પ્રોહિબિશનની ચુસ્ત અમલવારી !!!!!’
- Top News - ગુજરાત

અરવલ્લી: દારૂની ગાડીઓ બીજી પોલિસ પકડે, સ્થાનિક પોલિસ ઉચ્ચ અધિકારીઓ ને કહે – ‘બાયડ-સાઠંબા માં પ્રોહિબિશનની ચુસ્ત અમલવારી !!!!!’

[…]

WhatsApp Image 2026 02 13 at 7.37.22 PM

બાયડ અને સાઠંબા તાલુકામાં પ્રોહિબિશનની ચુસ્ત અમલવારી !!!
ઈસરી, મેઘરજ અને મોડાસા ટાઉન પોલિસે કંઈક શિખવું જોઈએ !!!!
અહીં, દારૂ એટલે સંપૂર્ણપણે બંધ અને ચુસ્ત અમલવારી

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં હાલ દારૂની હેરાફેરીનો સ્થાનિક પોલિસ નહીં પરંતુ, અન્ય પોલિસ અને સ્થાનિક લોકો પર્દાફાશ કરી રહી છે, ત્યારે અન્ય પોલિસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ બાયડ પોલિસ મથકની કામગીરીથી કંઈક શિખામણ લેવી જોઈએ. અહીં, તો પ્રોહિબિશનની ચુસ્ત અમલવારી જોવા મળી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, ‘અમારા વિસ્તારમાં તો દારૂના અડ્ડા બિલકુલ બંધ થઈ ગયા છે!’

ડેમાઈ વિસ્તારના આકોડિયા, જોખરિયા અને આમોદરા ગામોમાં અચાનક ‘શાંતિ’ નો માહોલ છે!!!!!! કહેવામાં આવે છે કે, દારૂના અડ્ડા સંપૂર્ણ બંધ થઈ ગયા હોવાની વાતો ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવી રહી છે. ગાબટ રોડ અને અમદાવાદ રોડ પર રાત્રિના સમયે થતી ગાડીઓની અવરજવર જોઈને સ્થાનિકો હળવી ટિપ્પણી કરે છે – ‘આટલી રાત્રે દહીં-દૂધની સપ્લાય વધતી હોય તો વિકાસ તો જોરમાં છે!’ બાયડ અને સાઠંબામાં તો બુટલેગરોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, શાંતિ થી… જો, જો, હોં….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page