Some Populer Post

  • Home  
  • વેલેન્ટાઈન ડે : પ્રેમપર્વમાં યુવા હૈયાઓએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી પ્રેમનો એકરાર કર્યો
- ગુજરાત

વેલેન્ટાઈન ડે : પ્રેમપર્વમાં યુવા હૈયાઓએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી પ્રેમનો એકરાર કર્યો

[…]

IMG 20260214 WA0743
  • ગુલાબ, કાર્ડ તેમજ સ્મૃતિભેટ એક બીજાને આપી પ્રેમનો એકરાર કર્યો
  • ફલાવર શોપમાં ચિત્તાકર્ષક રીતે સજાવાયેલા ગુલાબ ખૂટી પડ્યા, ચોકલેટ્સ અને ટેડી બિયર નું ધૂમ વેચાણ
  • પ્રેમનું સપ્તાહ પૂર્ણ થતા યુવાધન અને પ્રેમી યુગલોમાં નિરાશા

7 ફેબુ્રઆરીથી શરૂ થયેલા વેલેન્ટાઈન વીકનું તા.14ને શનિવારે વેલેન્ટાઈન ડેના દિવસે સમાપન થયું હતું અરવલ્લી સહીત ઉત્તર ગુજરાતમાં વેલેન્ટાઈન વીકનો યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વેલેન્ટાઈન ડેની ઉજવણીને અનુલક્ષીને યુવાનો દ્વારા એક એકથી ચડીયાતા અને પ્રેમના હૃદયસ્પર્શી સંદેશાઓ, લોગો અને અલગ અલગ ડિઝાઈનથી શોભતા ચિત્તાકર્ષક કાર્ડ, ચોકલેટસ, ફ્રેન્ડશીપ બેલ્ટસ, કી-ચેઈન, રીંગ્સ તેમજ સજાવાયેલા ગુલાબની ખરીદીમાં અંતિમ તબકકામાં વધારો નોંધાયો હતો પ્રેમી પ્રેમિકાએ એક બીજાને ગિફ્ટ અને ચોકલેટ આપી પ્રેમનો એકરાર કર્યો હતો હજુ આપણા ત્યાં પ્રેમની અભિવ્યક્તિ કરવાને લોકો અલગ અલગ નજરથી જોતા હોવાથી પ્રેમીઓ વેલેન્ટાઈન ડેની ઉજવણી ખાનગી સ્થળે કરતા હોય છે

વેલેન્ટાઈન વીક દરમિયાન પ્રેમીઓ અલગ અલગ રીતે પ્રેમની અભિવ્યકિત કરતા હોય છે. વસંત ઋુતુના વધામણા કરતા ફેબુ્રઆરી માસ દરમિયાન ઉજવાતા આ પ્રેમપર્વ વેલેન્ટાઈન સપ્તાહના પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમીસ ડે, હગ ડે સહિતના દરેક દિવસનું યુવાનોમાં વિશેષ મહત્વ રહેલુ હોય વેલેન્ટાઈન વીકની ઉજવણીને અનુલક્ષીને યુવાનોમાં સવિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો આખરે યુવાધને અને પ્રેમી યુગલોએ વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમનો એકરાર કર્યો હતો

ત્રીજી સદીના રોમન સંત વેલેન્ટાઈનની યાદમાં ઉજવાતા આજના આ વેલેન્ટાઈન ડેને યાદગાર બનાવવા કોલેજીયન યુવાનો તેમજ ખાસ કરીને નવવિવાહિતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વેલેન્ટાઈન ડેની ઉજવણીનો યુવાનોમાં ક્રેઝ વધતા શહેરમાં ફૂલની દુકાનોમાં ગુલાબની માંગમાં એકાએક વધારો જોવા મળ્યો હતો ગુલાબની ડિમાન્ડ વધતા ફૂલની દુકાનોમાંથી ઇંગ્લીશ ગુલાબ સવારે જ પુરા થઇ ગયા હતા

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં યુવાધન હિલોળે ચઢ્યું હતું યુવાઓએ અને પ્રેમીઓએ તેમના મન ગમતા વ્યક્તિને પ્રેમ રૂપી ગુલાબ આપી પ્રેમની અભિવ્યક્તિ કરી હતી જોકે પ્રેમને કોઈ ઉંમર નડતી નથી યુક્તિને સાચી ઠેરવતા આધેડ અને વૃદ્ધ વ્યક્તિઓએ પણ પ્રેમના સંદેશા અને ગિફ્ટ આપી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page