Some Populer Post

  • Home  
  • અરવલ્લી : મોડાસા ના રાજપુરમાં N.S.S. નો સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન, વિદ્યાર્થીઓએ સેવાકીય કાર્યો કર્યા
- પીપલ

અરવલ્લી : મોડાસા ના રાજપુરમાં N.S.S. નો સાત દિવસીય સેવા કેમ્પ સંપન્ન, વિદ્યાર્થીઓએ સેવાકીય કાર્યો કર્યા

[…]

IMG 20260214 WA0844

મોડાસા તાલુકાના રાજપુર ગામ ખાતે શામળાજી પ્રદેશ સેવા શ્રી કલજીભાઈ આર. કટારા આર્ટસ કોલેજ શામળાજી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) અંતર્ગત સાત દિવસીય સેવા કેમ્પ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. ‘સ્વચ્છ, સ્વસ્થ સમુદ્રગામ’ના બેનર હેઠળ યોજાયેલા આ યુવા શિબિરના સમાપન સમારોહમાં વિવિધ આગેવાનો તથા ગામજનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લા સંઘના ચેરમેન અને સામાજિક કાર્યકર પ્રભુદાસ પટેલ હાજર રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે સામાજિક કાર્યકર નિલેશ જોષી, માદેવ ગામના સરપંચ પંકજસિંહ રાઠોડ, રામદેવ મંદિરના ટ્રસ્ટી પનાભાઈ પટેલ તથા ગામજનો અને રામદેવ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત કરી યોગ-વ્યાયામ, સ્વચ્છતા અભિયાન, લોકસંપર્ક, રમતગમત, નેત્ર નિદાન કેમ્પ અને પશુ સારવાર કેમ્પ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. કેમ્પની રૂપરેખા અને અહેવાલ કોલેજના આચાર્ય અજયભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કરતા રજૂ કર્યો હતો.

અધ્યક્ષ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે એનએસએસ તમને સેવા ની સાથે સાથે નેતૃત્વ,ટીમવર્ક, જવાબદારી અને માનવતા જેવા ગુણો વિકસાવે છે. મોટા બદલાવની શરૂઆત હંમેશા નાના પગલાથી થાય છે.

સામાજિક કાર્યકર જીવદયા પ્રેમી નિલેશ જોષીએ શિસ્ત, સેવા અને સદભાવના દેશ અને સમાજના વિકાસના મુખ્ય સ્તંભ હોવાનું જણાવી વિદ્યાર્થીઓને આ મૂલ્યો જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.
આ સમગ્ર કેમ્પનું આયોજન પ્રોફેસર ડૉ. સંજય પંડ્યા, ડૉ. જાગૃતિ પટેલ તેમજ રાજપુર ગામ દૂધ ડેરી અને રામદેવજી મંદિર ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. સમાપન પ્રસંગે મહાદેવગ્રામ સરપંચ પંકજસિંહ રાઠોડ અને ગામજનોએ આર્ટસ કોલેજ શામળાજી નો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે વિદાય આપી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page