Some Populer Post

  • Home  
  • અરવલ્લીમાં રાત્રીના લાકડાની તસ્કરીની રમત રાજ….. વન વિભાગના ચેકપોસ્ટ અધિકારીઓ સૂતા કે સેટિંગમાં?
- Top News

અરવલ્લીમાં રાત્રીના લાકડાની તસ્કરીની રમત રાજ….. વન વિભાગના ચેકપોસ્ટ અધિકારીઓ સૂતા કે સેટિંગમાં?

[…]

WhatsApp Image 2026 02 15 at 6.57.32 PM

ચેકપોસ્ટ છે કે ચેક વગરનું પોસ્ટ? રાત્રી પેટ્રોલિંગ પર મોટા સવાલ
બીટ ગાર્ડથી લઇને RFO સુધી જવાબદારી કોણ લેશે? જંગલ ખાલી થાય અને તંત્ર નિષ્ક્રિય!
લાકડાની ગેરકાયદે હેરાફેરી – તસ્કરો એક્ટિવ, વન વિભાગ પેસિવ!
રાત્રીના વાહનો પસાર થાય અને ફાઇલોમાં જ પેટ્રોલિંગ પૂરું?

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં રાત્રીના સમયે લાકડાની ગેરકાયદે તસ્કરી થતી હોવાની બૂમો ઉઠતાં વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જંગલ વિસ્તારમાંથી કાપવામાં આવતું લાકડું મોડીરાતે વાહનો મારફતે બહાર નીકળે છે તેવી સ્થાનિકોમાં ચર્ચા છે, પરંતુ તે દરમિયાન વન વિભાગના ચેકપોસ્ટ પર કર્મચારીઓ તૈનાત હોય છે કે નહીં તે મોટો પ્રશ્ન બની રહ્યો છે.

‘સ્કરો માટે ગ્રીન કોરિડોર અને વન વિભાગ માટે ડીપ સ્લીપ?’
‘જંગલમાં કુહાડી વાગે ત્યારે ઓફિસમાં શાંતિ કેમ?’
‘ચેકપોસ્ટ પર લાઇટ બંધ અને તસ્કરોની હેડલાઇટ ચાલુ!’

સામાન્ય રીતે એક વન વિસ્તારની સીધી જવાબદારી બીટ ગાર્ડ (વનરક્ષક) ઉપર હોય છે, જ્યારે તેની દેખરેખ ફોરેસ્ટર (વનપાલ) અને સમગ્ર રેન્જની જવાબદારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પાસે રહેતી હોય છે. જિલ્લા સ્તરે આખી કામગીરી ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (DFO) ના નિયંત્રણ હેઠળ આવે છે. છતાં રાત્રીના સમયમાં લાકડાના વાહનો પસાર થાય છે તેવી ચર્ચા વચ્ચે આ અધિકારીઓની મોનિટરિંગ વ્યવસ્થા કેટલી સક્રિય છે તે મુદ્દે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

મોટાભાગનો લાકડાનો જથ્થો કપડવંજ, દહેગામ સહિતના વિસ્તારોમાં પહોંચાડવામાં આવતો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જોકે આ બધુ કોની રહેમનજરમાં થાય છે, તે એક સલાલ છે. એટલું જ નહીં રાજસ્થાન થી પણ ગુજરાતમાં લાકડાનો જથ્થો ગુજરાત સુધી પહોંચે છે, પણ આ બધુ વિરપ્પનોના પાપે થતું હોય છે, જેમાં કોઈ બે મત નથી. અરવલ્લી જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે વન સંરક્ષણ અને પર્યાવરણ બચાવવાના તાયફા કરવામાં આવે છે, જોકે આ બધુ હવે માત્રને માત્ર ટેબલ વજન પર નિર્ભર કરતું હોય, તેવું પણ સ્પષ્ટ લાગે છે. અરવલ્લી જિલ્લાની તમામ રેંજમાં આ ગોઠવણો ચાલતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

  • સ્થાનિક સ્તરે લોકોમાં એવી ચર્ચા છે કે –
  • તમામ ચેકપોસ્ટ પર 24 કલાક સ્ટાફ હાજર રહે છે કે નહીં?
  • રાત્રી પેટ્રોલિંગની રોજની ડાયરીમાં શું નોંધાય છે?
  • કયા વિસ્તારમાં કેટલા બીટ ગાર્ડ ફરજ પર છે?
  • GPS પેટ્રોલિંગ અથવા નાકાબંધીની કોઈ સિસ્ટમ છે કે નહીં?
  • જો ચેકપોસ્ટ પર સ્ટાફ હાજર હોવા છતાં લાકડું પસાર થાય છે તો તે બેદરકારી છે કે સંડોવણી – તે મુદ્દે તપાસની માંગ ઉઠી રહી છે.

રાજ્ય સરકારે તાજેતરમાં ફિલ્ડ લેવલ પર વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી આપી સ્ટાફ મજબૂત કરવાનો નિર્ણય લીધો હોવા છતાં જમીન પર તેની અસર કેટલી છે તે પ્રશ્ન પણ ઉભો થયો છે. વન સંપત્તિ બચાવવાની મુખ્ય જવાબદારી ધરાવતા તંત્ર સામે હવે લોકો સીધો સવાલ પૂછે છે – ‘જંગલ કાપાય છે અને ફાઈલોમાં જ સુરક્ષા દેખાડાય છે?,

સળગતા સવાલો 
▪ અરવલ્લી જિલ્લામાં કુલ કેટલા ફોરેસ્ટ ચેકપોસ્ટ?
▪ રાત્રી શિફ્ટમાં કેટલા કર્મચારી ફરજ પર?
▪ છેલ્લાં 6 મહિનામાં કેટલા પેટ્રોલિંગ કેસ નોંધાયા?
▪ કયા RFOની રેન્જમાંથી સૌથી વધુ હેરાફેરી?
▪ ડ્રોન / નાઇટ પેટ્રોલિંગ કેમ નહીં?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page