Some Populer Post

  • Home  
  • અરવલ્લી : વાતવરણમાં પલટો, આકાશે વાદળો છવાતા ખેડૂતોના પેટમાં ફાળ પડી
- Top News

અરવલ્લી : વાતવરણમાં પલટો, આકાશે વાદળો છવાતા ખેડૂતોના પેટમાં ફાળ પડી

[…]

IMG 20260217 WA0488
  • ખેતરોમાં ઘઉં, ચણાના પાક ખેતરોમાં ઉભો લહેરાઈ રહ્યો છે ત્યારે માવઠાની સ્થિતિ નિર્માણ થતા ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ જવાની દહેશત

અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં વહેલી સવારે આકાશે વાદળો ધસી આવતા વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું શિયાળાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભૂમિ પુત્રો ચિંતિત બન્યા છે જો હાલની સ્થિતિમાં માવાઠું થાય તો ઘઉં, ચણા, બટાકા સહીત અન્ય કઠોળ અને શાકભાજી જેવા પાકોને નુસ્કાન થઇ શકે છે વાતાવરણમાં મિશ્ર ઋતુ જોવા મળતા વાઇરલ બીમારીના દર્દીઓમાં નોંધપત્ર વધારો જોવા મળી રહ્યો છે

શિયાળાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે અને ઉનાળાના આગમનની શરૂઆત થઇ ચુકી છે ધીમે ધીમે તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતે કરવટ બદલતા ગમે તે ઘડીએ માવાઠું થવાની દહેશતના પગલે ખેડૂતોના જીવ ઉંચાટે રહે છે મોંઘાદાટ બિયારણ જંતુનાશક દવાઓ અને શ્રમ કરી કરેલ વાવણી લણણી સમયે માવઠા થતા ખેડૂતોની હાલત દયનિય બની રહી છે કુદરતની થપાટ સામે જગતનો તાત લાચારી અનુભવી રહ્યો છે

હવામાન વિભાગના નિષ્ણાંતોએ આગામી સમયમાં માવઠાની આગાહી કરી છે ત્યારે મંગળવારે સવારે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં પલટો આવતા આકાશે વાદળો છવાયા હતા વાદળોની ગેરાબંધીને પગલે ભુમીપુત્રો અને તેમના પરિવારો ચિંતિત બન્યા છે જીલ્લામાં એક લાખ હેકટરથી વધુ જમીનમાં ખેડૂતોએ રવિ સીઝનની વાવણી કરી છે ખેતરોમાં ઘઉં, ચણા, મકાઈ,મગફળી, રાયડો, ઝીરું, વરિયાળી, એરંડા, બટાકા સહીત શાકભાજીનું વાવેતર કર્યું છે હાલ ખેતરોમાં તૈયાર પાક લહેરાઈ રહ્યો છે ત્યારે માવઠાની સંભાવનાના પગલે ખેડૂતના મોઢામાં આવેલ તૈયાર કોળિયો છીનવાઈ જવાની દહેશત જોવા મળી રહી છે વાદળછાંયા વાતાવરણથી ખેતીમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે

હવામાન નિષ્ણાતનો જણાવ્યા અનુસાર,18 ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેલી છે જેમાંથી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત બનવાની શક્યતા રહે છે તેનો ભેજ અરબી સમુદ્રમાં આવે તો હલચલ જોવા મળે શકે છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના ભાગોમાં કંઈક અંશે અસર થઈ શકે છે 25થી 28 ફેબ્રુઆરીમાં વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની શક્યતા રહે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ કે કંઈક છાંટા પડી શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page