Some Populer Post

  • Home  
  • અરવલ્લીના ફોરેસ્ટ વીડિંગનું લખ્યું તો, ‘ખાડા અને કંટ્રોલ’ ને ખોટું લાગ્યું, અમારો ઉલ્લેખ કેમ નહીં?, થર્ડ પાર્ટી મોનિટરિંગ થશે?
- Top News - ગુજરાત

અરવલ્લીના ફોરેસ્ટ વીડિંગનું લખ્યું તો, ‘ખાડા અને કંટ્રોલ’ ને ખોટું લાગ્યું, અમારો ઉલ્લેખ કેમ નહીં?, થર્ડ પાર્ટી મોનિટરિંગ થશે?

[…]

n50qjgfeupzhisyaqgit
  • મોડાસા, માલપુર, મેઘરજ, શામળાજી, ભિલોડા અને મેઘરજ રેંજના જંગોલમાં ફાળવવામાં આવતા પ્લોટનું દર વર્ષે મોનિટરિંગ થાય છે કે પછી !!!
  • દર વર્ષે પ્લોટનું થર્ડ પાર્ટી મોનિટરિંગ પણ જરૂરી, કારણ કે, કેટલાય ખાડાએ તો અધિકારીઓને કમાલ કરાવી દીધી!!!
  • વાત તો એવી પણ જાણવા મળી કે, મોનિટરિંગ ટીમને પ્લોટ સુધી ન પહોંચવા દઈ ઓફિસમાં જ…. ચાય પે ચર્ચા!!!
  • શું રેંજ ના અધિકારીઓ DFO ને ખબર નહીં પડવા દેતા હોય કે પછી… બધું…

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં દર કોણ જાણે કેટલા લાખ કે કરોડના ખર્ચે વાવેતરના કામો હાથ ધરાતા હશે!!. પ્લોટ ફાળવણીથી લઈને ખાડા ખોદકામ, વીડિંગ-કંટ્રોલ અને છોડના સંવર્ધન સુધીની સમગ્ર પ્રક્રિયા કાગળ પર ખૂબ જ સુવ્યવસ્થિત દેખાય છે. પરંતુ મેદાન પર જઈને જોવામાં આવે તો અનેક સ્થળોએ કામની ગુણવત્તા અને હકીકત અંગે સવાલો ઉભા થાય એવી ચર્ચાઓ જોર પકડતી જોવા મળી રહી છે. આવી જ સ્થિતિ મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, શામળાજી અને ભિલોડા રેંજમાં છે કે, નહીં તે તપાસનો વિષય છે.

સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ફ્લોટમાં નિયમ મુજબ ખાડા હોય છે?
શામળાજી, ભિલોડા, મોડાસા, માલપુર, મેઘરજ અને બાયડ રેંજમાં જે-તે વર્ષે પ્લોટની ફાળવણી કરવામાં આવતી હોય છે, તે જગ્યાએ વાવેતર માટે ખાડાની એક સાઈઝ નક્કી હોય છે, જે વર્ષે વાવેતર થાય ત્યારે ખાડા ચોક્કસ નિયમ મુજબ ખોડવામાં આવતા નથી, ટેગ ફોટો પાડવા અથવા તો ચોપડે દર્શાવવા ખાડો ખોદી દેવામાં આવતો હશે, તે તપાસનો વિષય છે.

વન વિભાગ દ્વારા વાવેતર માટે પહેલાથી પ્લોટ પસંદ કરી તેની માપણી, ખાડા ખોદકામ અને બાદમાં વરસાદી સીઝનમાં રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ છોડ જીવંત રહે તે માટે સમયાંતરે વીડિંગ અને જમીન નરમ કરવાની કામગીરી થવાની હોય છે. કાગળ પર આ તમામ કામગીરી નિયમિત અને પૂર્ણ બતાવવામાં આવતી હોય, તેવું લાગે છે. કેટલાક વિસ્તારોમાં ‘આ કામ વાસ્તવમાં કેટલું થયું?, તે અંગે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્થળ પર એવું પણ થતું હશે કે, ગયા વર્ષનો ખાડો આ વર્ષે પણ કામ લાગ્યો હોય, જેની બચત થઈ હોય. પરંતુ શું તે ખાડા તાજેતરમાં ખોદવામાં આવ્યા છે કે, અગાઉના વર્ષના હોય છે? શું તમામ ખાડા નિયમ મુજબના કદના હોય છે? શું દરેક સ્થળે વાવેતર પહેલાં જરૂરી તૈયારી કરવામાં આવતો હોય છે ? આવા પ્રશ્નો ચર્ચામાં છે. વાવેતર બાદ સંવર્ધન માટે થતી વીડિંગ અને કંટ્રોલ કામગીરી પણ રેકોર્ડ મુજબ અનેક વખત દર્શાવવામાં આવતી હશે, પરંતુ વાસ્તવમાં એટલી વાર મેદાન પર કામગીરી થઈ છે કે નહીં તે તપાસનો વિષય છે.

ચર્ચા છે કે, કેટલાક પ્લોટ કાગળ પર પૂર્ણ બતાવવામાં આવે છે, જ્યારે દૂરના અથવા પહોંચવા મુશ્કેલ હોય તેવા વિસ્તારોમાં હકીકતમાં કામ ઓછું થતું હોય. મજૂરોની હાજરી, કામના દિવસો અને કરવામાં આવેલી કામગીરી અંગે પણ પારદર્શક માહિતી જાહેર થવી જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે. વન વિભાગ દર વર્ષે લાખો છોડ વાવ્યાનો દાવો કરે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, તેમાં કેટલા છોડ ખરેખર જીવંત રહ્યા છે? સર્વાઇવલ રેટ અંગે જાહેર થતી આંકડાકીય માહિતી અને જમીન પર દેખાતી સ્થિતિ વચ્ચે તફાવત તો નથી ને? જો વાવેતર પાછળ ખર્ચાતી રકમ પ્રમાણે સંવર્ધન પણ થયું હોય તો વાવેલા પ્લોટ આજે ઘન લીલાછમ જોવા મળવા જ જોઈએ – એવી પ્રજાજનોમાં ચર્ચા છે.

સોઇલ વર્કિંગ / કંટ્રોલ થાય છે કે પછી ચોપડે ?
સામાન્ય રીતે જ્યારે છોડ વાવવામાં આવે ત્યારે સોઈલ વર્કિંગ અથવા તો કંટ્રોલ માટે છોડની આજુબાજુની જમીન નરમ કરવાની હોય છે, પણ આવું થતું હશે કે નહીં, તે તપાસનો વિષય છે. મહિતી એવી છે કે, જેટલી ધાંધલી વીડિંગ માં થતી હોય છે, તેટલી ધાંધલિ કંટ્રોલમાં કરવામાં આવતી હોય છે. અહીં કોઈપણ પ્રકારના વાહનો કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી, અને બારોબાર…. એટલું જ નહીં છોડના સર્વાઈવલ માટે પાણી સંગ્રહ માટે બેસિન બનાવવું પડતું હોય છે. સાથે જ મોઈશ્ચર કન્ઝર્વેશન પણ જરૂરી છે, જોકે આ બધા નિયમોથી પરે કામ થતાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

વિશેષજ્ઞો માને છે કે, વાવેતર માત્ર ખાડા ખોદીને રોપા વાવવાથી પૂરતું નથી, પરંતુ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી તેની સંભાળ જરૂરી હોય છે. ત્યારે પ્રશ્ન એ છે કે, શું દરેક પ્લોટમાં આ સંભાળનો સમયગાળો પૂર્ણ રીતે અનુસરાયો છે? શું કામની ગુણવત્તા ચકાસવા માટે સ્વતંત્ર માપણી અથવા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે? આમ તો ધાંધલી નહીં થતી હોય ને ?

સ્થળ પર ખાડા નહીં, ચોપડે ખાડા !!!
નાના સાઈઝના ખાડા
જુના ખાડા ફરી બતાવવા
ભૂતિયા મજૂર
વીડિંગ કર્યા વગર બીલ
ખોટી સર્વાઈવલ સિચ્યુએશન
પ્લોટ બદલવો….. વગેરે પણ હોઈ શકે, તેવી શક્યાતાઓ રહેલી હોય છે, જોકે આ બાબતે તપાસનો વિષય છે. આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓ તરફથી સ્પષ્ટતા મળે અને પ્લોટવાઈઝ માહિતી જાહેર કરવામાં આવે તો વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે. વન વિકાસ માટે ખર્ચાતી રકમ અને જમીન પર ઊભા થતા જંગલ વચ્ચેનો તફાવત દૂર કરવા પારદર્શક મોનિટરિંગ અને જાહેર જવાબદારી જરૂરી બની છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page