Some Populer Post

  • Home  
  • અરવલ્લી : મોડાસાના માલપુર રોડ પર આવેલ સુરાના બંગલાના રહેણાંક મકાન આગમાં ખાખ
- ગુજરાત

અરવલ્લી : મોડાસાના માલપુર રોડ પર આવેલ સુરાના બંગલાના રહેણાંક મકાન આગમાં ખાખ

[…]

IMG 20260219 WA0753

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના માલપુર રોડ પર તાલુકા પંચાયત કચેરી સામે આવેલ સુરાના બંગલાના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરમાં રહેલ ઘરવખરી અને ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ ખાખ થઇ ગઈ હતી મોડાસા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેતા નજીકના રહેણાંક સ્થળઓએ પ્રસારતા અટકી હતી સવારના સુમારે માલપુર રોડ સાયરનથી ગુંજી ઉઠ્યો હતો વીજ તંત્રની બેદરકારી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું

મોડાસા શહેરની આઈટીઆઈને અડીને આવેલ સુરાના બંગલા તરીકે જાણીતા રહેણાંક વિસ્તાર માં રહેતા હિંમતસિંહ શંકરસિંહ ચૌહાણના મકાનમાં હાઈ વોલ્ટેજથી શોર્ટ સર્કિટ થતા ઘરમાં આગ લાગી ઘરમાં રહેલી ઘર વખરી અને વીજ ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા પરિવારજનો સમય સૂચકતા વાપરી ઘરની બહાર દોડી આવતા સદનસીબે જાનહાની ટળી હતી ઘરમાં લપકારા મારતી આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા મકાન માલિકે મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગમાં 4 થી 5 લાખની ચીજવસ્તુઓ અને ઘરવખરી ખાખ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું પરિવાર ને જવાબદાર તંત્ર દ્વારા આર્થિક સહાય ચૂકવવા માં આવેની માંગ પ્રબળ બની છે

મોડાસા શહેરનો માલપુર રોડ ગુરુવારે સવારે ફાયર બ્રિગેડના સાયરનથી ગુંજી ઉઠતાં લોકો શું થયું જાણવા સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો મોટી સંખ્યામાં લોકો સુરાના બંગ્લોમા દોડી આવ્યા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page