Some Populer Post

  • Home  
  • અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 54 લાખનો દારૂ ઝડપ્યો,દારૂ જામનગર આપવાનો હતો
- ક્રાઇમ

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાંથી 54 લાખનો દારૂ ઝડપ્યો,દારૂ જામનગર આપવાનો હતો

[…]

IMG 20260219 WA0923
  • પર પ્રાંતિય બુટલેગરોએ ગુજરાતમાં તેમના માણસો ગોઠવી દારૂની ડીલેવરી કરતા હોવાથી સ્થાનિક બુટલેગરનું નામ પોલીસ બહાર આવતું નથી
  • પર પ્રાંતિય બુટલેગરો સુનિયોજિત ચેનલ મારફતે રાજ્યની અલગ અલગ સરહદ પરથી વિદેશી દારૂ ઠાલવતા પોલીસ માટે પડકાર

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ વિવિધ વાહનો મારફતે ગાંધીના ગુજરાતમાં ઠલવાતો કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રહી છે શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ નજીક બાતમીના આધારે ટ્રક કન્ટેનરમાંથી વિદેશી દારૂની 19848ની બોટલ સાથે રૂ. 64 લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવરને દબોચી લીધો હતો ટ્રક કન્ટેનરમાં ભરેલ દારૂ જામનગર ડીલેવરી કરવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

શામળાજી પીઆઈ એસ.એસ.માલ અને તેમની ટીમે અણસોલ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા ટ્રક કન્ટેનરમાં હરિયાણાના બુટલેગર રાજવીર ચૌધરીએ મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી આપ્યો હોવાનો અને ગુજરાત તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા સતર્ક બની બાતમી આધારિત ટ્રક કન્ટેનર આવતા અટકાવી ટ્રકની અંદર તલાસી લેતા ટ્રકમાં સંતાડેલ અધધ વિદેશી દારૂની બોટલ નંગ- 19848 કિં.રૂ.5420640/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ડ્રાઈવર કાળુસિંહ દેવસિંહ રાઠોડ (રહે,કેરીંગજી રાજસમદ-રાજ)ને દબોચી લઇ રૂ.64.20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી ડ્રાઈવરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રકમાં દારૂ ભરી આપનાર રાજવીર ચૌધરી (ચરખી દાદારી, હરિયાણા) અને જામનગરમાં દારૂની ડિલિવરી લેવા આવનાર રાજવીર ચૌધરીના સાગરિત સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page