- જાન્યુઆરી મહિનો એટલે માર્ગ સલામતી માસ, મહિનો ગયો એટલે કાર્યક્રમ પૂરો
- હવે માર્ગ સલામતી માસ આવતા વર્ષે, ત્યાં સુધી….સરકાર ટકોર કરે ત્યાં સુધી તાયફા
- શાળા-કોલેજમાં લગાવેલા પાટિયા અને બોર્ડ ઉતરી ગયા કે શું?
- કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજી સૂચનાઓ અપાઈ હતી
- અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ ઊંધા માથે !!!
- જિલ્લા શિક્ષણાધિકારી કરે છે શું, તે સવાલ
- માત્ર આર.ટી.ઓ અને પોલિસ જ જવાબદાર કે શું ?
- શિક્ષણ વિભાગ કેમ જવાબદારી લેવા તૈયાર નથી ? આ તો મોટાભાગે શાળાના વિદ્યાર્થીઓ હતા !!!
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મોડીફાઇ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ મોટરસાઇકલ ચાલકો સામે મોડાસા ટાઉન પોલીસે કડક ડ્રાઇવ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે. મોડાસાની શાળાઓ–કોલેજો તથા રહેણાંક વિસ્તારોમાં વધતા અવાજના ત્રાસને લઈ મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલા સર્કિટ હાઉસ ની ખુલ્લી જગ્યામાં નજીકમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ વિદાય સમારોહ પછી પહોંચ્યા હતા, જ્યાં મોડીફાઈ બૂલેટ હંકારી, તેના સાયલેન્સરમાંથી ભારે અવાજ સાથે ફટાકડા ફોડતા હતા,જેની ગૂંજ નજીકમાં પોલિસ સ્ટેશન, તેમજ શાળા અને કચેરીઓ સુધી સંભળાઈ હતી. આ બાબતે મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થતાં, પોલિસ હરકતમાં આવી અને કાર્યવાહી શરૂ કરી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાના નેતૃત્વમાં મોડીફાઈ બૂલેટ પકડવા માટે ખાસ અભિયાન હાથ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 બુલેટ ચાલકો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ધ્વનિ પ્રદૂષણ માટે કાર્યવાહી તો, જે જગ્યાએ વેચાણ થાય છે ત્યાં કેમ તપાસ નહીં?
બજારમાં વેચાણ થાય છે એટલે તો લોકો લગાવે છે !!!!
જો વેચાણ જ ન થાય તો લોકો કેવી રીતે લગાવશે?
મૂળ સુધી કેમ કોઈને પહોંચવામાં રસ નથી ?
મેરા ગુજરાતે પ્રસિદ્ધ કરેલ અહેવાલની અસર – https://meragujarat.in/news/40932/
સ્કૂલ અને સર્કિટ હાઉસ નજીકની ઘટના બની ટર્નિંગ પોઇન્ટ
બે દિવસ અગાઉ મોડાસાની કે.એન.શાહ સ્કૂલ નજીક અને પોલીસ સ્ટેશન પાસે આવેલા સર્કિટ હાઉસ વિસ્તારમાં બુલેટના સાયલેન્સરમાંથી ફટાકડા ફોડીને જાહેરમાં રીતસરના સ્ટંટ કરનાર શખ્સો સામે પણ પોલીસએ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત માલપુર રોડ પર પણ બુલેટ દોડાવી સાયલેન્સરમાંથી ફટાકડાના અવાજો કરવાના બનાવ સામે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે મેરા ગુજરાત દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થતા પોલીસ તંત્ર એક્શનમાં આવી કડક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
શાળા–કોલેજ વિસ્તારોમાં ખાસ નજર
જાન્યુઆરી મહિનામાં યોજવામાં આવેલા માર્ગ સલામતી માસ અંતર્ગત શાળાની બહાર મોટા સ્ટીકર અને પોસ્ટર લગાવ્યા હતા કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, બાળકોને વાહન લઈને આવવા પર પ્રતિબંધ હતો, જોકે જાન્યુઆરી મહિનો પૂર્ણ થતાં હવે આ કાર્યક્રમ આવતા વર્ષે શરૂ થશે, તેવું લાગે છે.



