Some Populer Post

  • Home  
  • મોટો અવાજ કરાવતા બુલેટ સાયલેન્સર ખુલ્લેઆમ વેચાય છે? વાહન ચાલકો સામે કાર્યવાહી… પરંતુ એસેસરીઝની દુકાનો પર મૌન કેમ?
- Top News - ગુજરાત

મોટો અવાજ કરાવતા બુલેટ સાયલેન્સર ખુલ્લેઆમ વેચાય છે? વાહન ચાલકો સામે કાર્યવાહી… પરંતુ એસેસરીઝની દુકાનો પર મૌન કેમ?

[…]

20260221 085350 0000

અરવલ્લી જિલ્લામાં બુલેટમાં ગેરકાયદેસર મોડીફાઇડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. મોડાસા ટાઉન પોલીસ દ્વારા રસ્તા પર ચેકિંગ કરી બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ હવે ચર્ચાનો કેન્દ્રબિંદુ એક અલગ જ મુદ્દો બન્યો છે – આવા ગેરકાયદેસર સાયલેન્સર વેચાય ક્યાંથી? સ્થાનિકોમાં ચર્ચા છે કે, જ્યારે બજારમાં ખુલ્લેઆમ મોટા અવાજ કરતા સાયલેન્સર અને ફટાકડા જેવી એસેસરીઝ ઉપલબ્ધ છે ત્યારે જ વાહન ચાલકો તેને ખરીદી પોતાના બુલેટમાં લગાવી શકે છે. જો વેચાણ જ બંધ થાય તો રોડ પરની સમસ્યા આપમેળે ઓછી થઈ શકે.

‘બુલેટમાં મોટો અવાજ કરાવતા સાયલેન્સર લગાડાય છે… કારણ કે બજારમાં તે મળે છે – તો વેચાણ પર રોક કેમ નથી?’ 

  • મુખ્ય સવાલો
  • ગેરકાયદેસર સાયલેન્સર વેચતી દુકાનોમાં તપાસ કેમ નથી થતી?
  • સપ્લાય કરનાર સામે કાર્યવાહી વગર માત્ર વાહનચાલકોને જ જવાબદાર ગણવું કેટલું યોગ્ય?
  • ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે સ્ત્રોત પર કડક નિયંત્રણ કેમ નહીં?

ખુલ્લેઆમ વેચાણ – જવાબદાર કોણ?
શહેર અને તાલુકા મથકોમાં કેટલીક બાઈક એસેસરીઝની દુકાનોમાં ભારે અવાજ કરતા સાયલેન્સર સરળતાથી મળી રહે છે તેવી ચર્ચા છે. આ બાબતે તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ થાય છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

કાયમી ઉકેલ માટે સપ્લાય ચેઇન પર કાર્યવાહી જરૂરી
માત્ર રોડ પર દંડાત્મક કાર્યવાહી કરતા ગેરકાયદેસર એસેસરીઝના વેચાણ પર રોક લગાવવામાં આવે તો જ સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બને તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અને કાયદાનો કડક અમલ કરવા માટે હવે તંત્ર સપ્લાય સ્તર સુધી પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page