Some Populer Post

  • Home  
  • અરવલ્લી : શિકા કંપાના ખેતરોમાંથી 9 ઝટકા મશીનો ચોરી કરનાર 5 લબરમૂછીયાને પોલીસે દબોચ્યા
- ક્રાઇમ

અરવલ્લી : શિકા કંપાના ખેતરોમાંથી 9 ઝટકા મશીનો ચોરી કરનાર 5 લબરમૂછીયાને પોલીસે દબોચ્યા

[…]

IMG 20260221 WA0516

ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં 5 ઝટકા ચોરને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલીસે શિકા કંપાની સીમમાં આવેલ ખેતરોમાંથી 76 હજારના 9 ઝટકા મશીન ચોરી કરનાર ગેંગને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ઝટકા મશીન ચોર ઝડપાઈ જતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો

ધનસુરા તાલુકાના શિકા કંપાના ખેડૂતોએ તેમના ખેતરોમાં પાકના રક્ષણ માટે લગાવેલ ઝટકા મશીનોની ચોરી થતા ખેડૂતો ફફડી ઉઠ્યા હતા ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવતા PI કે. ડી. ડીંડોર અને તેમની ટીમે ઝટકા મશીન ચોરને ઝડપી પાડવા સર્વલન્સ અને બાતમીદારો ની મદદથી શિકા કંપાની સીમમાં આવેલ ખેતરો માંથી ઝટકા મશીન ચોરી કરનાર 1)ગોપાલ રમેશ ખાંટ, 2)રણજિત લક્ષ્મણ ખાંટ, 3) વિક્રમ મનુ તરાર (ત્રણે,રહે.મલેકપુર છાપરા ), 4)દેવેન્દ્રસિંહ શામળ પગી (રહે,મલેકપુર) અને
5)ભાવેશ જગદીશ વાઘેલા (રહે, શિકા)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી 76 હજારથી વધુના ઝટકા મશીન રિકવરી કરી ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી લબરમૂછીયા પાંચે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page