Some Populer Post

  • Home  
  • સાબરકાંઠા: ઇડરમાં SMCનો મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું, 10 ઝડપાયા
- Top News

સાબરકાંઠા: ઇડરમાં SMCનો મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું, 10 ઝડપાયા

[…]

WhatsApp Image 2026 02 24 at 6.49.04 PM

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરાયેલા દરોડામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાતા ભારે ચકચાર મચી છે. ઇડર-બરવાવ રોડ પર આવેલા છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ઓનલાઇન ક્લાસિસના નામે ભાડે લેવાયેલા મકાનમાંથી વિદેશોમાં લોન આપવાની લાલચ આપી ડોલરમાં છેતરપિંડી કરી તેને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને લાખો-કરોડોની ઠગાઈ થતી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

SMCની ટીમે લગભગ 15 કલાકથી વધુ સમય સુધી ચાલેલી રેડ દરમિયાન 40 મોબાઇલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મોંઘીદાટ કાર પણ કબ્જે લેવામાં આવી છે અને દસ આરોપીઓની અટકાયત કરી અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરાઈ છે. આ સમગ્ર ઓપરેશનને પગલે મોટા ગેરકાયદેસર નેટવર્કના તાર જોડાયેલા હોવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

ઉઠતા સવાલો

  • ઝડપાયેલું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર જે બંગલામાં ચાલતું હતું તે બંગલો ખરેખર કોનો છે?
  • છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ?
  • ઓનલાઇન ક્લાસિસના નામે થયો હતો કે નહીં ? જો થયો હોય તો તપાસ કોણે કરી?
  • ભાડે આપતી વખતે મકાનમાલિક દ્વારા જરૂરી વેરિફિકેશન કરવામાં આવ્યું હતું કે નહીં?
  • વિદેશોમાં લોનના નામે કરવામાં આવેલી છેતરપિંડીમાં કુલ કેટલા લોકો ભોગ બન્યા છે અને કેટલો આર્થિક ફાયદો મેળવાયો?
  • ઝડપાયેલા દસ આરોપીઓ સિવાય આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે?
  • જપ્ત કરાયેલા ઈલેક્ટ્રોનિક સાધનોમાંથી અત્યાર સુધી શું મહત્વની માહિતી મળી છે?

હાલ તો કોલ સેન્ટરને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે, આમાં કયા મોટા માથા છે અને આડકતરી રીતે કોની સંડોવણી છે. સોશિયલ મીડિયા પર કોઈ નેતા નેતા ના નામની ચર્ચાઓ પણ હાલ ચાલી રહી છે, જોકે આ બાબતે હજુ સ્પષ્ટતા થઈ નથી, જે બાબતે યોગ્ય સ્પષ્ટતા પોલિસે કરવી જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page