અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગમાં છેલ્લા ઘણાં સમયથી ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામે છે, જેમાં આઉટસોર્સથી ભરતી કરી, ખિસ્સા ભરવા, મળતિયાઓને ડાયરેક્ટ નોકરી રાખવા, તાલિમ યોજી ભોજનના ખર્ચા પાડવા, તાલિમમાં તકલાદી કિટ આપવા સહિતની કામગીરી હાલ સવાલોના ચક્રવ્યૂહમાં આવી ગઈ છે. જોકે ભ્રષ્ટ શાસન પર આજે કોઈની લગામ જોવા મળતી નથી. ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી કે તપાસ નહીં કરતા, હવે શંકાની સોય, કોના પર લગાવવી, તે સવાલ છે.
અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે આઈસીડીએસ વિભાગ એ બાળકો માટે કાર્યરત છે, જેની દેખરેખ હેઠળ આંગણવાડી કાર્યકર મહિલાઓ કામ કરતી હોય છે, જોકે ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી બાળકો તો શું, તમામ લોકોના હક્કની ચીજવસ્તુઓ પોતે ચાઉં તો નથી કરી જતાં ને તે સવલો ઉઠી રહ્યા છે. થોડા વર્ષ અગાઉ મોડાસા તાલુકા પંચાયત ખાતે આવી જ એક તાલીમ યોજવામાં આવી હતી, જેમાં આંગવાડી કાર્યકરોને આપવામાં આવેલી કીટમાં રીતસરનો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠી હતી, જોકે તંત્ર આ બાબેત મૌન સીવી લુધી છે, અને અધિકારીઓએ જાણે કટકી ઉપર સુધી પહોંચાડી હોય, તેમાં તમામ ઉપરી અધિકારીઓ હાલ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, તેવું લાગે છે.
બાળકોને કુપોષમાંથી મુક્ત કરવાના બહાને અધિકારીઓ જ કટકી કરી, લેતા હવે આ મામલે તટસ્થ તપાસ ક્યારે થશે, તે સવાલ છે. આટલા મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો અને કોઈ બોલવા કે તપાસ કરવા તૈયાર નથી, તે અજીબ લાગે છે. અહીં તો આસીડીએસ અધિકારી કોઈ કાર્યવાહી નહીં, કરતા, તાલુકાના અધિકારીઓ પણ હવે, મનફાવે, તેમ કરતા હોવાની બૂમો ઉઠવા લાગી છે. એટલું જ નહીં તાલુકા કક્ષાએ પણ ભરતી બારોબાર થઈ હોવાની ગંધ આવી રહી છે, જોકે કોઈને કાંઈ જ ફરક પડતો નથી.



