ઈઝરાયલ સાથેના મેગા ડિફેન્સ ડીલથી ભારતની તાકાતમાં ઐતિહાસિક વધારો
હાઈપરસોનિક મિસાઈલથી લઈને મિસાઈલ શીલ્ડ સુધી – ‘મેક ઈન ઈન્ડિયા’ને મળશે નવો વેગ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયલ મુલાકાત બાદ સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ થવાની શક્યતાઓ તેજ બની છે. બંને દેશો વચ્ચે થયેલા વ્યૂહાત્મક ચર્ચાઓના પરિણામે ભારતને અદ્યતન ટેકનોલોજી સાથેના આધુનિક હથિયારો મળવાના માર્ગ ખુલ્યા છે. આ ડીલથી ભારતીય સેનાની ક્ષમતામાં ગુણાત્મક વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
‘ગોલ્ડન હોરાઈઝન’ મિસાઈલ બનશે ગેમચેન્જર
આ સંરક્ષણ સોદામાં સૌથી વધુ ચર્ચામાં રહેલી હાઈપરસોનિક મિસાઈલ ‘ગોલ્ડન હોરાઈઝન’ છે. તેની ગતિ મચ 5 જેટલી હોવાની ચર્ચા છે. અતિ સુરક્ષિત બંકર અને ભૂગર્ભ ઠેકાણાઓને નિશાન બનાવવા સક્ષમ ગણાય છે. ભારતીય વાયુસેનાના સુખોઈ-30MKI સાથે તેને ઇન્ટિગ્રેટ કરવાની યોજના છે.
‘સુદર્શન ચક્ર’થી દેશને મિસાઈલ શીલ્ડ
ભારત 2035 સુધીમાં પોતાની જમીની અને દરિયાઈ સરહદ માટે મજબૂત મિસાઈલ રક્ષણ કવચ ઉભું કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં ઈઝરાયલની આધુનિક સિસ્ટમોનો સમાવેશ થવાની શક્યતા છે.
સંભવિત ટેકનોલોજી
આયર્ન ડોમ – ટૂંકા અંતરની મિસાઈલ સામે સુરક્ષા
આયર્ન બીમ – લેઝર આધારિત, ઓછા ખર્ચે ઇન્ટરસેપ્ટ
Arrow missile defence system – લાંબા અંતરની મિસાઈલ રોકે
David’s Sling – ડ્રોન અને મિડ રેન્જ ખતરા સામે અસરકારક
‘મેક ઈન ઈન્ડિયા’ને મળશે પ્રોત્સાહન
આ સોદાની વિશેષતા માત્ર ખરીદી નહીં પરંતુ ટેકનોલોજી ટ્રાન્સફર પણ છે.
ભારતમાં જ ઉત્પાદન થવાની શક્યતા
રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા
નવા રોજગારના અવસર
આ સાથે Rampage missile અને Ice Breaker missile જેવી સિસ્ટમો પર પણ ચર્ચા આગળ વધે તેવી સંભાવના છે.
વૈશ્વિક સ્તરે વધશે ભારતની વ્યૂહાત્મક સ્થિતિ
આ સોદો માત્ર સૈન્ય તાકાત માટે જ નહીં પરંતુ ભારતની વૈશ્વિક રક્ષા નીતિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી સાથે ભારત પોતાની સરહદોને વધુ મજબૂત બનાવી શકશે અને આત્મનિર્ભર સંરક્ષણ ઉત્પાદન તરફ મોટું પગલું ભરી શકશે.



