Some Populer Post

  • Home  
  • અરવલ્લી : સોલા બ્રિજથી પ્લસર ચોરી કરી 7 મહિનાથી જલ્સા કરતા ચોરને LCBએ દબોચ્યો
- ક્રાઇમ

અરવલ્લી : સોલા બ્રિજથી પ્લસર ચોરી કરી 7 મહિનાથી જલ્સા કરતા ચોરને LCBએ દબોચ્યો

[…]

WhatsApp Image 2026 03 01 at 3.08.46 AM

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સૂચનાના પગલે પોલીસતંત્ર ગુન્હાના ભેદ ઉકેલવા સતત મથામણ કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસની સતર્કતાથી છેલ્લા સાત મહિનાથી અમદાવાદ સોલા બ્રિજ પાસેથી પ્લસર બાઈક ચોરી કરી ફરતા આંતરસુંબા આશ્રમના બાઈક ચોરને ગડાદર બ્રિજ નજીકથી
દબોચી લીધો હતો

અરવલ્લી એલસીબી પીઆઇ એમ. એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ ગડાદર બ્રિજ નજીક વાહનોનું ચેકીંગ દરમિયાન વાંટાડા ટોલપ્લાઝા બાજુથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી પલ્સર બાઈક ને અટકાવી ચાલક પાસે બાઈકના ડોક્યુમેન્ટ માંગતા સાબરકાંઠા વિજય નગર તાલુકાના આંતરસુંબા આશ્રમના બાઈક ચાલક કિશોર ચંદુ ખેર (છત્રાલ, કડી)ગલ્લા તલ્લા કરતા પોલીસે આગાવી ઢબે પૂછપરછ કરતા બાઈક ચોર કિશોર ખેરે સાત મહિના અગાઉ અમદાવાદ સોલા બ્રિજ નજીકથી પલ્સર બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરતા 35 હજારની બાઈક જપ્ત કરી અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

બાઈક ચોર કિશોર ખેર ચોરીના બાઈક સાથે છેલ્લા સાત મહિનાથી બિન્દાસ્ત અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા જીલ્લામાં ફરતો હતો જોકે અરવલ્લી એલસીબીની ચબરાક નજરે ચઢી જતા બાઈક ચોરને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page