ગુજરાતમાં બંધ મકાન અને ધંધા રોજગારના સ્થળે ચોરી કરતી અનેક ચડ્ડી-બનિયનધારી ગેંગ સક્રિય છે પોલીસ માટે પડકાર રૂપ સાબિત થઇ રહી છે ત્યારે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની રહેણાંક સોસાયટીમાં ચડ્ડી-બનિયનધારી ટોળકી સક્રિય થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા ટાઉન પોલીસ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે
મોડાસા શહેરની જૂની આરટીઓ કચેરી નજીક આવેલ માણેકબા સોસાયટીમાં એક બંધ મકાનમાં શનિવારે મોડી રાત્રીએ ચડ્ડી-બનિયનધારી ટોળકી ત્રાટકી હતી બંધ મકાનમાં અચાનક અવાજ આવતા પાડોશીઓ જાગી જતા ચોર ટોળકી ઉભી પૂછડીએ ભાગી ગઈ હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ચડ્ડી-બનિયનધારી ગેંગને ફેરો માથે પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો સમગ્ર ઘટના નજીક આવેલ મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી ચડ્ડી-બનિયનધારી ગેંગ બંધ મકાનમાં ત્રાટકી હોવાના અને માણેકબા સોસાયટીના માર્ગ પર ટહેલતી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે
CCTV કેમેરામાં ચડ્ડી-બનિયનધારી ગેંગ કેદ
મોડાસા શહેરમાં ચડ્ડી-બનિયનધારી ગેંગ ચોરી કરવા માટે રાત્રીના અંધાકરામાં માણેકબા સોસાયટીમાં પ્રવેશ કરતી જોવા મળી રહી છે ગેંગના 6 સાગરિત અલગ દિશામાં ઘરોની રેકી કરી એક બંધ મકાન અને તેની બાજુમાં આવેલ મકાનની દીવાલ કૂદી ઘરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા કુતરા ભસવાનો અવાજ આવતા સોસાયટીના રહીશો જાગી જતા ચોર ટોળકી ફરાર થઇ ગઈ હતી રહીશોની સતર્કતાને કારણે લાખોની ચોરી થતી અટકી ગઈ હતી.મોડાસા ટાઉન પોલીસ અને વિવિધ એજન્સી શહેરમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી ચડ્ડી-બનિયનધારી ગેંગને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેની માંગ ઉઠી છે



