Some Populer Post

  • Home  
  • અરવલ્લી: ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે માસૂમ પિતરાઈ ભાઈ તળાવમાં ડૂબ્યા
- Top News - ગુજરાત

અરવલ્લી: ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે માસૂમ પિતરાઈ ભાઈ તળાવમાં ડૂબ્યા

[…]

WhatsApp Image 2026 03 04 at 4.09.24 AM

ધૂળેટીના પવિત્ર તહેવાર પર ગુજરાતમાં બે અલગ-અલગ ડૂબવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અરવલ્લી અને સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં કુલ 5 આશાસ્પદ યુવાનો અને બાળકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.માલપુર તાલુકાના નવાગામ જાંબુ ફળી વિસ્તારમાં રહેતા બે માસુમ પિતરાઈ ભાઈ ધુળેટી રમ્યા પછી તળાવ માં નાહવા પડતા તળાવમાં ગરકાવ થઇ જતા મોત નીપજ્યું હતું ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જેહમત બાદ બંને બાળકોની લાશ શોધવામાં સફળ રહ્યા હતા પરિવારજનોએ ભારે રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પરિવારને હૂંફ આપી હતી

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના નવા ગામે (જાંબુ ફળી)માં હૃદયદ્રાવક ઘટના બની હતી પરિવારજનો અને મિત્રો સાથે ધૂળેટી રમીને ગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરણ 5 અને 6 માં અભ્યાસ કરતા આ માસૂમ બાળકોના મોતથી ડામોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page