Some Populer Post

  • Home  
  • અરવલ્લી : SMCએ 3.10 લાખના MD ડ્રગ્સ સાથે બાયડ ચોઇલા ગામના બે પેડલરને દબોચી લીધા, ડ્રગ્સનું દૂષણ વધ્યું
- ગુજરાત

અરવલ્લી : SMCએ 3.10 લાખના MD ડ્રગ્સ સાથે બાયડ ચોઇલા ગામના બે પેડલરને દબોચી લીધા, ડ્રગ્સનું દૂષણ વધ્યું

[…]

WhatsApp Image 2026 03 04 at 4.09.22 AM e1772627397428
  • બાયડ શહેર અને જીલ્લાનું યુવાધન વિદેશી દારૂ,ગાંજા ચરસ અને મ્યાઉ મ્યાઉ ડ્રગ્સના રવાડે ચઢ્યું
  • સ્ટેટ મોનિટરિંગ સેલે બાયડ પોલીસની કામગીરીની આબરૂના ધજાગરા ઉડાવ્યા, D સ્ટાફ બિલકુલ નિષ્ફળ

અંકિત ચૌહાણ/જય અમિન
ગુજરાત સહિત અરવલ્લી જીલ્લામાં દિવસેને દિવસે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અરવલ્લી જીલ્લામાં એમડી ડ્રગ્સ ટૂંક સમયમાં બીજીવાર ઝડપાતા ઉડતા અરવલ્લી બન્યું હોય તેવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની સતત રેડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થય છે બાયડ તાલુકાના ચોઇલા ગામમાં SMC ત્રાટકી ચોઇલા બસ સ્ટેન્ડ નજીક મોપેડમાં એમ ડી ડ્રગ્સની ખેપ મારનાર ગામના જ બે પેડલરને દબોચી લીધા હતા ચોઇલા ગામમાંથી ડ્રગ્સના નશાનું નેટવર્ક ઝડપાતા ગામમાં હડકંપ મચ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલે બંને પેડલરને બાયડ પોલીસને સોંપી એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

બાયડ શહેર સહિત સમગ્ર પંથકમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ સાથે ગાંજા વેચાણ ધૂમ થઈ રહ્યું હોવાની બૂમો વચ્ચે
એમડી ડ્રગ્સના વેપલાના નેટવર્કનો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કરતા બાયડ પોલીસ સહિત જીલ્લાની પોલીસ દોડતી થઈ છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જીલ્લામાં સતત ધામા નાખી બુટલેગરો સામે તવાઈ બોલાવ્યા પછી એમડી ડ્રગ્સના પેડલરોને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી સતત વોચ રાખી બાયડ ચોઇલાના બે લબરમૂછીયા દલાલોને ઝડપી લીધા હતા

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાયડ પંથકમાં એમ.ડી. ડ્રગ્સનું દૂષણ વધ્યું હોવાની બાતમી મળતા હોળી-ધુળેટીના પર્વમાં બાયડ પંથકમાં ધામા નાખી બાતમીદારો સક્રિય કરી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરોની ઓળખ કરી તેમની દરેક હલચલ પર નજર રાખી હતી ચોઇલા ગામના ધવલ ઉર્ફે રવી રમેશ પટેલ અને જયેશ રવિશંકર રાવલ ઉર્ફે છોટીયો મોપેડ સ્કુટરમાં મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે પસાર થવાની માહિતી મળતા ચોઇલા ગામમાં વોચ ગોઠવી બસ સ્ટેન્ડથી હાઈસ્કૂલ રોડ વચ્ચે મોપેડ અટકાવી બંને પેડલરની તલાસી લેતા તેમની પાસેથી 3.10 લાખનું 71.500 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા બંનેની ધરપકડ કરી સઘન પુછપરછ કરતા એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનનો ગોપાલ નામનો ડ્રગ્સ માફિયા સપ્લાય કરતો હોવાની કબૂલાત કરી હતી

સ્ટેટ મોનિટરીંગ સેલે બાયડ પોલીસ સ્ટેશનમાં 1)ધવલ ઉર્ફે રવી રમેશ પટેલ અને 2)જયેશ રવિશંકર રાવલ ઉર્ફે છોટીયો અને રાજસ્થાનના ગોપાલ નામના સખ્શ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંને પેડલરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ડ્રગ્સ માફિયા ગોપાલને ઝડપી પાડવા રાજસ્થાન તરફ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page