27.2 C
Gujarat
Friday, July 31, 2026
Home HeadLines સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 172 તાલુકામાં વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 172 તાલુકામાં વરસાદ

0
52
File

માંગરોળ અને સુત્રાપાડામાં 12 ઇંચથી વધુ વરસાદ, 10 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસાએ જોર પકડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં નોંધાયો છે. બંને તાલુકામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

10 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ, ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 10 ઇંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 9.13 ઇંચ અને માણાવદરમાં 9.06 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના કડીમાં માત્ર બે કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત જામનગરના જામજોધપુરમાં 7 ઇંચ, ગીર સોમનાથના કોડિનારમાં 5.98 ઇંચ અને પોરબંદરના કુતિયાણામાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો છે.

72 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ
રાજ્યના 72 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ, વલસાડમાં 3.98 ઇંચ, ઉમરગામમાં 3.50 ઇંચ, પારડીમાં 3.39 ઇંચ, કપરાડામાં 3.23 ઇંચ, ધરમપુરમાં 2.60 ઇંચ અને વાપીમાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લાના ઓલપાડમાં 3.78 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 3.58 ઇંચ અને ધોરાજીમાં 2.76 ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં 3.31 ઇંચ તેમજ મહેસાણાના વિજાપુર અને વડોદરાના સિનોરમાં 2.95-2.95 ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારી, અમરેલી, આણંદ, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ અને જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!