Some Populer Post

  • Home  
  • અરવલ્લી : ફોરેસ્ટના મનરેગામાં 14.17 લાખનો લેબર અને મટિરિયલ્સ ખર્ચ !!!! ખરેખર શ્રમિકોને મજૂરી મળી ?
- Top News

અરવલ્લી : ફોરેસ્ટના મનરેગામાં 14.17 લાખનો લેબર અને મટિરિયલ્સ ખર્ચ !!!! ખરેખર શ્રમિકોને મજૂરી મળી ?

[…]

forest 1 4 e1772854643183

જંગલોમાં મનરેગા અંતર્ગત 5 કામોમાં 14.17 લાખ તો માત્ર મજૂરી અને મટિરિયલ્સ ખર્ચ !!!
શું શ્રમિકોને મજૂરી મળી કે, ભૂતિયા ખાતામાં પૈસા જમા થયા, તેવી ચર્ચાઓ
5 કામોમાં 3.14 લાખ તો માત્ર મટિરિયલ્સ ખર્ચે પાડવામાં આવ્યો…!!!

નવા ડીએફઓ પણ RFOs ના અંડરમાં આવી ગયા કે શું ?
નવીન DFO એ હવે ગાંધીજીના સિંદ્ધાંત પર કામ શરૂ કર્યું કે, ન સાંભળો, ન બોલો અને ન જુઓ, આવી ચર્ચાઓ
મોડાસા, માલપુર-મેઘરજ, મોડાસા, શામળાજી અને ભિલોડાની સ્થિતિ માત્ર ચોપડે સ્વચ્છ!!!

અરવલ્લી જિલ્લામાં વન વિભાગ દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ વિકાસ કાર્યો માટે વર્ષ 2024-25 માં મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું હોવા છતાં કામગીરીની ગતિ અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉપલબ્ધ માહિતી વર્ષ 2024-25 માં અનુસાર જિલ્લામાં કુલ 24 કામોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે અંદાજે 191.17 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી કરાયો હતો.

આ કામોમાંથી 14 કામોને જિલ્લા સ્તરે મંજૂરી માટે મોકલવામાં આવ્યા, જેમાંથી ફક્ત 5 કામોને વહીવટી મંજૂરી મળી હતી. આ મંજૂર થયેલા કામોની કુલ રકમ અંદાજે 65.04 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે. હાલમાં જિલ્લામાં માત્ર 4 કામો પ્રગતિમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. ખર્ચના આંકડા મુજબ અત્યાર સુધી મજૂરી માટે 11.03 લાખ રૂપિયા અને સાધન-સામગ્રી માટે 3.14 લાખ રૂપિયા ખર્ચાયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે કુલ ખર્ચ 14.17 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. આ કામોથી અત્યાર સુધી 4082 લોકોને રોજગારી આપી હોવાનું જણાવાયું છે.

પરંતુ આ આંકડાઓ વચ્ચે અનેક પ્રશ્નો ઊભા થાય છે. જિલ્લામાં 191 લાખ રૂપિયાથી વધુના કામોનું આયોજન થયું હોવા છતાં માત્ર થોડા જ કામોને મંજૂરી મળવી અને તેમાં પણ માત્ર ચાર કામો પ્રગતિમાં હોવા પાછળ શું કારણ છે? બાકી કામો શા માટે અટવાઈ ગયા છે તે અંગે સ્પષ્ટતા થતી નથી. આ ઉપરાંત, મંજુર થયેલી રકમ અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત, તેમજ કામોની મર્યાદિત સંખ્યા હોવા છતાં દર્શાવાયેલા મેન પાવર ના આંકડાઓ પણ ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિક સ્તરે કેટલાક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું મનરેગા હેઠળના વિકાસ કામોમાં કોઈ ગડબડ અથવા બેદરકારી તો નથી ને?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page