પેરોલ ફર્લો ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન છેલ્લા ૮ વર્ષથી વોન્ટેડ આરોપીને પારડીથી ઝડપી લીધો
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે બુટલેગરો પર તવાઈ બોલાવવાની સાથે વણઉકેલ્યા ચોરીના ગુન્હા ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે પેરોલ ફર્લો ટીમ ફરાર આરોપી ને દબોચી લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સખ્ત કાર્યવાહી હાથધરી છે પેરોલ ફર્લો પીએસઆઈ રબારી અને તેમની ટીમે વલસાડ પારડી નજીકથી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના 2018ના ગેઝેટેડ ગુન્હાના નાથદ્વારા નમાના ગામના બુટલેગર કિશનસિંહ ભેરુસિંહ ચૌહાણને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પંથકના માર્ગો પરથી નાના મોટા વાહનોમાંથી સતત વિદેશી દારૂ જપ્ત કરી શામળાજી પોલીસની કામગીરી પર અનેક સવાલો પેદા કર્યા છે જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી બસ સ્ટેન્ડ આગળ શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇકોને અટકાવતા ઇકો કાર ચાલકે કાર ફુલસ્પીડે હંકારી મૂકતા એલસીબીએ પીછો કરતા કારમાં રહેલ બંને ખેપિયા કાર નાપડા કંપા નજીક મૂકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી 4.73 લાખના દારૂ સહિત 9.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પાંચમહુડી નજીક બે જ્યુપિટર માંથી 69 હજારના 254 વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન જપ્ત કરી વનરાજ કચરા ખાંટ (રહે,નવા વેણપુર)ને પકડી પાડી રૂ .
1.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જ્યુપીટર પર દારૂની ફેરી કરનાર 1)ધવલ સોમા નિનામા (રહે,જાબચીતરીયા) અને અન્ય બે ફરાર બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ધનસુરા પીઆઈ કે.ડી.ડિંડોર અને તેમની ટીમે ખિલોડીયા ગામ નજીક આવેલ ગાયત્રી ફાર્મ પરથી ડ્રીપ પાઇપ રોલની ચોરી કરનાર ખિલોડીયાના પ્રવિણસિંહ ઉર્ફે પિન્ટુ આદરસિંહ મકવાણા અને વનરાજસિંહ મંગલસિંહ મકવાણાને દબોચી લઈ 85 હજારના ડ્રીપ રોલ જપ્ત કરી ગણતરીના દિવસોમાં ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી જયદીપસિંહ વજેસિંહ મકવાણા (રહે,ખિલોડીયા)ને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે







