27.2 C
Gujarat
Friday, July 31, 2026
Home HeadLines અરવલ્લી : સાર્વત્રિક મેહુલિયો વરસ્યો,સરડોઈમાં ડુંગર પરથી પાણી ઉતરતા રસ્તાઓ પર નદી...

અરવલ્લી : સાર્વત્રિક મેહુલિયો વરસ્યો,સરડોઈમાં ડુંગર પરથી પાણી ઉતરતા રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો

0
66

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો જીલ્લાની બે દિવસે મુલાકાતનો કાર્યક્રમ વરસાદના પગલે રદ્દ કરવાની ફરજ પડી
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ધબધબાટી બોલાવી,રોડ પર પાણી ફરી વળ્યા

અરવલ્લી જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે હવામાન વિભાગે જીલ્લામાં ભારે વરસાદની કરેલી આગાહી અંશતઃ સાચી સાબિત થઈ હતી છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાં વચ્ચે આજે સવારના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી જોવા મળી હતી, જે બાદ ગણતરીના કલાકોમાં જ વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો.મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તા પણ પાણી ફરી વળતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદી માહોલથી વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી ખેડૂતોમાં આનંદ છવાયો હતો

મોડાસા શહેર સહિત સમગ્ર જીલ્લામાં ગત રાત્રીએ વરસાદી ઝાપટાં પડ્યા બાદ સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી મોડાસાના સરડોઈ સહિત આજુબાજુના પંથકમાં ભારે વરસાદ ખાબકતા ડુંગરનું પાણી નીચે ઉતરતા મુખ્યમાર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા માલપુર નગરમાં ગણતરીની મિનિટોમાં એક ઇંચ વરસાદ પડતા રાજમાર્ગ પર પાણી ફરી વળ્યા હતા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદના પગલે વાતાવરણ સંપૂર્ણપણે ખુશનુમા બની ગયું છે. લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા જિલ્લાવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી છે અને ઠંડક પ્રસરતા લોકોએ હાસકારો અનુભવ્યો છે.

મેઘરજ શહેર શહેર સહિત ધાંધિયા,વલુણા,બેડજ , રામગઢી
રેલ્લાવાડા, ઇસરી, કુણોલ પંથકમાં ધોધમાર વરસાદ પડતા લોકોમાં આનંદ છવાયો હતો મેઘરજના આંબાવાડી વિસ્તારના માર્ગ પર વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વારંવાર પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતાની પોલ ખુલી ગઈ હતી ધનસુરા,બાયડ,સાઠંબા અને ભિલોડામાં વાવણી લાયક વરસાદથી ભૂમિપુત્રોમાં હર્ષની લાગણી જોવા મળી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!