મુખ્ય સવાલો
વાવેતર માટે દર વર્ષે લાખો-કરોડો ખર્ચ છતાં મોટાભાગનો વિસ્તાર હજુ ‘ઓપન ફોરેસ્ટ’, સર્વાઇવલ રેટ અને દાવાનળની ઘટનાઓ પર સવાલ
અરવલ્લીમાં વર્ષોથી થયેલા વાવેતરનો વાસ્તવિક સર્વાઇવલ રેટ કેટલો છે?
વાવેલા છોડની સંખ્યા અને જીવતા છોડનો રેકોર્ડ જાહેર કેમ નથી?
દાવાનળની ઘટનાઓથી કેટલો વિસ્તાર બળી ગયો તેનો વિગતવાર ડેટા શું છે?
વાવેતર અને જાળવણી માટે ખર્ચાયેલા કરોડો રૂપિયાનો પરિણામ ક્યાં દેખાય છે?
નવા નાયબ વન સંરક્ષક, અરવલ્લી પણ ભ્રષ્ટ બાબુઓથી ડરી ગયા કે શું ?
ન તપાસ, ન જંગલ વિકાસ માટે રસ… તો તમે કરશો શું ?
અરવલ્લી જિલ્લામાં અને ખાસ કરીને મેઘરજ, ભિલોડા અને શામળાજી રેંજમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપે છે, એટલું જ નહીં, માલપુર અને મોડાસા થી બાયડ સુધી જંગલોના વિકાસ માટે પણ સરકારે પાછી પાની કરી નથી. જોકે રેંજના અધિકારીઓની મિલીભગતથી જંગલોની માઠી દશા થવા લાગી છે. અહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરવા છતાં, વીડિંગ, ખાડા અને કંટ્રોલના નામે કેટલાય રૂપિયા ચાઉં થઈ ગયા હશે, પણ નવીન UPSC પાસ આઉટ કરીને આવેલા નાયબ વન સંરક્ષક અધિકારીને આમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. યગ્રી યંગ મેન નવા અધિકારીને ભ્રષ્ટાચાર ડામવામાં કોઈ રસ ન હોય, તો જંગલોનો વિકાસ કેમ કરશે, તે સવાલ છે.
અરવલ્લી જંગલ – આંકડાઓ શું કહે છે?
ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક વર્ષ 2025-26 મુજબ અરવલ્લી જિલ્લાના જંગલો અંગેના આંકડા ચોંકાવનારા છે. જિલ્લાના કુલ ભૌગોલિક વિસ્તાર (GA) 3151 ચોરસ કિલોમીટર છે. તેમાંમાંથી ફોરેસ્ટ કવર માત્ર 279.54 ચોરસ કિ.મી. છે, એટલે કે સમગ્ર જિલ્લાના વિસ્તારમાંથી ફક્ત 8.87 ટકા જ જંગલ વિસ્તાર છે.
ફોરેસ્ટ કવરનું વર્ગીકરણ જોઈએ તો સ્થિતિ વધુ ચિંતાજનક !!
ફોરેસ્ટ પ્રકાર વિસ્તાર (Sq.Km)
Very Dense Forest 0.86
Moderately Dense Forest 63.13
Open Forest 215.55
Total Forest Cover 279.54
Scrub 32.57
આ આંકડાઓ મુજબ અરવલ્લી જિલ્લામાં વેરી ડેન્સ ફોરેસ્ટ માત્ર 0.86 ચોરસ કિલોમીટર છે, જે લગભગ અસ્તિત્વ જ ના હોય એટલું ઓછું છે. મોટાભાગનો જંગલ વિસ્તાર ઓપન ફોરેસ્ટ (215.55 Sq.Km) તરીકે દર્શાવવામાં આવ્યો છે.
વાવેતર માટે કરોડોનો ખર્ચ છતાં પરિણામ નબળું કેમ?
વન વિભાગ દ્વારા દર વર્ષે અફોરેસ્ટેશન, એઇડેડ આર્ટિફિશિયલ રિજનરેશન અને ઇકો રેસ્ટોરેશન જેવી યોજનાઓ હેઠળ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવતું હોવાનો દાવો થાય છે. પરંતુ આ દાવાઓ પરિણામ કેમ નથી આપતા, તે યક્ષ પ્રશ્ન છે. તાજેતરના દસ્તાવેજો મુજબ માત્ર ચાલુ વર્ષોમાં જ મોડાસા રેંજમાં 20 હેક્ટરમાં 2,45,990, ભિલોડા રેંજમાં 243 હેક્ટરમાં 45,77,376, શામળાજી રેંજમાં 202 હેક્ટરમાં 40,26,550 જ્યારે મેઘરજ રેંજમાં 176 હેક્ટરમાં 43,95,212 મળીને કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા હશે, જોકે હવે આનું પરિણામ આવતા વર્ષે મળશે કે નહીં, તે સવાલ છે. નવીન નાયબ વન સંરક્ષક અધિકારીએ પહેલાની ભૂતિયા કામગીરી અને વર્તમાન કામગીરીનું નિરીક્ષણ કર્યું હશે કે, કેમ તે પણ ખ્યાલ નહીં.
સર્વાઇવલ રેટ ઓછો
વાવેતર પછી છોડ જીવતા રહે તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. સામાન્ય રીતે ઓછામાં ઓછો 60% સર્વાઇવલ રેટ હોવો જોઈએ. પરંતુ અનેક વિસ્તારોમાં થોડા સમય પછી છોડ જોવા મળતા નથી. આવું એટલા માટે કે, ભ્રષ્ટ બાબુઓ વચ્ચેનું વીડિંગ ખાઈ જાય છે અને ખાડા કરવા તેમજ કંટ્રોલ સહિતની કામગીરી કહેવાતા કોન્ટ્રાક્ટર કરતા નથી. વાતો તો એવી પણ જાણવા મળી છે કે,,,,, આવતા અંકે…..
અરવલ્લી જિલ્લાના જંગલો પર દર વર્ષે ખર્ચાતી સરકારી રકમ અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત હોવાની ચર્ચા છે. પર્યાવરણ અને જંગલોના સંરક્ષણ માટે પારદર્શિતા અને સતત દેખરેખ જરૂરી છે, નહીં તો કરોડો રૂપિયાના વાવેતર છતાં હરિયાળી વધવાને બદલે જંગલ વિસ્તાર સ્થિર અથવા નબળો રહેવાનો ભય છે.



