Some Populer Post

  • Home  
  • અરવલ્લી : SOGએ મેઘરજના જીવણપુર ટોડા ગામમાંથી નકલી પેટી ડોક્ટરને એલોપેથિક દવાઓ સાથે દબોચ્યો
- ગુજરાત

અરવલ્લી : SOGએ મેઘરજના જીવણપુર ટોડા ગામમાંથી નકલી પેટી ડોક્ટરને એલોપેથિક દવાઓ સાથે દબોચ્યો

[…]

IMG 20260311 WA0035

કપાઉન્ડર માંથી સીધો મુન્નાભાઈ MBBS બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો
મેઘરજ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ
મેઘરજ આરોગ્ય તંત્ર બોગસ તબીબો સામે નતમસ્તક

અરવલ્લી જીલ્લામાં ઝોલા છાપ ડોકટરોનો રાફડો ફાટ્યો છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બની બેઠેલા નકલી તબીબો બિંદાસ્ત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે જીલ્લા એસઓજી પોલીસે મેઘરજ તાલુકાના જીવણપુર ટોડા ગામમાંથી પેટી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા સાબરકાંઠા જીલ્લાના સવગઢ છાવણીના અશોક વણઝારા નામના બોગસ અટકયાત કરી દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.એસઓજી પોલીસે મુન્નાભાઈ એમબીબીએસને દબોચી લેતા અસલી ડોક્ટર સમજતા સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં ઊંટવૈદ્ય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા

અરવલ્લી એસઓજી એચ.પી.ગરાસીયા અને તેમની ટીમે મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા જીવણપુર ટોડા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં અશોક કુંવર વણઝારા (રહે, સવગઢ છાવણી,ઇડર-સા.કા) નામનો શખ્સ લોકોને તબીબ હોવાનું જણાવી દવાખાનું ખોલી રૂમમાં અને પેટીમાં દવાઓનો જથ્થો રાખી ઘરે ઘરે સારવાર કરતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ તાબડતોડ જીવણપુર ટોડા ગામ ત્રાટકી અશોક કુંવર વણઝારાને દબોચી લઇ તેની પાસેથી દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો મળી કુલ.રૂ.13021નો મુદ્દામાલ જપ્ત કરી નકલી તબીબ સામે ઇસરી પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ-419 તથા ધ ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ-30 મુજબ ગુન્હો નોંધાવી આગળની તપાસ ઇસરી પોલીસને સુપ્રત કરી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page