Some Populer Post

  • Home  
  • અરવલ્લી જિલ્લામાં LPG ગેસની કાળા બજારી શરૂ !!! ગેસ માફિયા સ્ટોક તો નહીં કરતા હોય ને ? પુરવઠા અને SOG સતર્ક રહે
- Top News

અરવલ્લી જિલ્લામાં LPG ગેસની કાળા બજારી શરૂ !!! ગેસ માફિયા સ્ટોક તો નહીં કરતા હોય ને ? પુરવઠા અને SOG સતર્ક રહે

[…]

file 00000000fce47208b0f3a17ec89dfab6

વિશ્વ રાજકારણમાં ચાલી રહેલા ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની અસર હવે સામાન્ય લોકોના ઘર સુધી પહોંચતી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના પુરવઠા અને ભાવમાં અનિશ્ચિતતા ઊભી થતાં દેશમાં ઘરેલું એલપીજી ગેસના પુરવઠા પર પણ અસર જોવા મળી રહી છે. તાજેતરમાં સરકાર દ્વારા હોટેલ, નાસ્તા હાઉસ અને રેસ્ટોરન્ટમાં વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કાપ મૂકવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે અરવલ્લી જિલ્લામાં ગેસ બોટલના સ્ટોક અને કાળા બજાર અંગે ચર્ચાઓ જોર પકડતી જોવા મળી રહી છે.

અરવલ્લી જિલ્લામાં વેઈટિંગમાં મળી રહી ગેસ બોટલ
અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હાલ ગેસ બોટલ માટે બુકિંગ કરવામાં આવે ત્યારે તરત જ ડિલિવરી મળતી નથી. ગ્રાહકોને વેઈટિંગમાં ગેસ બોટલ આપવામાં આવી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ અગાઉ જ્યાંરે ગેસ બોટલ બુકિંગ કરવામાં આવે તો, બીજા દિવસેસિલિન્ડર મળી જતો હતો, ત્યાં હવે વધુ સમય રાહ જોવી પડી રહી છે.

ગેસ માફિયા દ્વારા સ્ટોકિંગની ચર્ચા
આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લામાં કેટલાક ગેસ માફિયા દ્વારા ગેસ સિલિન્ડરોનો સ્ટોક કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ પણ સામે આવી રહી છે. જો આવું બનતું હોય તો આવનારા દિવસોમાં ગેસની કાળા બજારની શક્યતા નકારી શકાય નહીં. સામાન્ય રીતે આવી સ્થિતિમાં સિલિન્ડરનો સ્ટોક કરી વધુ ભાવમાં વેચવાના બનાવો પણ સામે આવતા હોય છે.

પુરવઠા વિભાગ નક્કર કામગીરી કરશે!!
આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. સ્થાનિક સ્તરે તપાસ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે નહીં, તેમજ ગેસ એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક છે કે નહીં તે મુદ્દે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ગેસ એજન્સીઓમાં કોમર્સિલ બોટલનું વેચાણ ચાલું છે કે નહીં ? ઘરેલું ગેસ બોટલ ના આવક-જાવક રજિસ્ટર નિભાવવામાં ગોલમાલ તો નથી થતી ને ? કુલ બોટલનો કેટલો જથ્થો છે ? વગેરે માહિતી તપાસવી જોઈએ.

કોમર્શિયલ સિલિન્ડર પર કાપ બાદ શું થશે?
સરકાર દ્વારા હોટેલ, નાસ્તા હાઉસ અને રેસ્ટોરન્ટમાં વપરાતા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કાપ મૂકવામાં આવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે હવે બે મહત્વના પ્રશ્નો ઊભા થયા છે:
⇒ નાના ઢાબા, રેસ્ટોરન્ટ ફૂડ સ્ટોલ વગેરેમાં ઘરેલું ગેસનો વપરાશ વધશે ?
⇒ શું તેના કારણે ઘરેલુ ગેસ સિલિન્ડરનો કાળા બજાર શરૂ થશે?
જો આવું થાય તો, ઘરેલું ગેસ મળવાની સ્થિતિ વધુ વિકટ બની શકે અને કાળા બજારી થવાની શક્યતાઓ વધુ રહે છે. જેથી સ્થાનિક તંત્ર  પહેલેથી આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ.

વિશ્વસ્તર પર ઊભી થયેલી આ પરિસ્થિતિ સ્થાનિક સ્તરે પણ ગંભીર બની શકે છે. જો સમયસર તપાસ અને દેખરેખ નહીં રાખવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં ગેસના કાળા બજાર અને સ્ટોકિંગ જેવા બનાવો સામે આવી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page