Some Populer Post

  • Home  
  • અરવલ્લી તંત્રના દાવાઓ મક્કમ તો ગેસ એજન્સી પર ભીડ કેમ ? સાંભળો ગ્રાહકો અને સંચાલકો શું કહે છે ?
- Top News - ગુજરાત - વિડીયો

અરવલ્લી તંત્રના દાવાઓ મક્કમ તો ગેસ એજન્સી પર ભીડ કેમ ? સાંભળો ગ્રાહકો અને સંચાલકો શું કહે છે ?

[…]

અરવલ્લી જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછત અંગેની અફવાઓ વચ્ચે ગ્રાહકો ગેસ એજન્સીઓ તરફ દોડી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે ગેસ પુરવઠા પર અસર થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે લોકો ગેસ સિલિન્ડર મેળવવા માટે મોટી સંખ્યામાં એજન્સીઓ પર પહોંચી રહ્યા છે. જોકે તંત્ર તરફથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવે છે.

અરવલ્લી જિલ્લામાં ગેસ પુરવઠાની સ્થિતિ અંગે તંત્ર દ્વારા ગેસ એજન્સીઓ સાથે બેઠકો યોજી સ્ટોક બાબતે માહિતી મેળવવામાં આવી રહી છે. અધિકારીઓના કહેવા મુજબ હાલ ગેસ પુરવઠામાં કોઈ કાપ મુકાયો નથી, પરંતુ અછતની અફવાઓને કારણે ગ્રાહકો એકસાથે મોટી સંખ્યામાં એજન્સીઓ પર પહોંચી રહ્યા છે.

બીજી તરફ અનેક ગ્રાહકો ગેસ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. કેટલાક ગ્રાહકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી તેઓ ગેસ સિલિન્ડર મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, છતાં બોટલ મળતી નથી. એજન્સી સંચાલકો દ્વારા કેવાયસી (KYC) કરવાની વાત કરવામાં આવે છે અને કેવાયસી કરાવ્યા બાદ પણ બીજા દિવસે ફરીથી લાઈનમાં ઊભા રહેવું પડે છે તેવી ફરિયાદો ઉઠી રહી છે.

ગ્રાહકોનું કહેવું છે કે OTP સંબંધિત સમસ્યાઓ પણ વારંવાર ઉભી થઈ રહી છે, જેના કારણે બુકિંગ પ્રક્રિયા અટકી જાય છે. કેટલાક ગ્રાહકો તો એવો આક્ષેપ પણ કરી રહ્યા છે કે સામાન્ય લોકોને બોટલ મળવામાં વિલંબ થાય છે, જ્યારે ઓળખાણ કે વગ ધરાવતા લોકોને સરળતાથી ગેસ સિલિન્ડર મળી જાય છે.

આ વચ્ચે મોડાસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રઘુ ગેસ એજન્સીના સંચાલક વીરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી. તેમના જણાવ્યા મુજબ ગેસ કંપની દ્વારા પુરવઠો નિયમિત રીતે મળી રહ્યો છે અને આવક-જાવકમાં કોઈ કાપ મુકાયો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે કંપની દ્વારા તાજેતરમાં સિસ્ટમમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ગેસ બુકિંગ પછી લગભગ 30 દિવસ બાદ OTP જનરેટ થાય છે અને ત્યારબાદ સિલિન્ડર આપવામાં આવે છે. આ નવા નિયમોને કારણે કેટલાક ગ્રાહકોને ગેરસમજ ઉભી થઈ રહી છે.

અરવલ્લી જિલ્લામાં ગેસની અછત અંગે અફવાઓ ફેલાતા ગ્રાહકો એકસાથે એજન્સીઓ પર પહોંચી રહ્યા છે, જેના કારણે ગેસ વિતરણ વ્યવસ્થામાં તાત્કાલિક દબાણ ઊભું થયું હોવાનું પણ એજન્સી સંચાલકો જણાવી રહ્યા છે. જોકે તંત્ર તરફથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે જ સ્ટોક પણ પૂરતો હોવાનું તંત્ર અને ગેસ એજન્સીના સંચાલકો જણાવી રહ્યા છે. તો સવાલ એ છે કે, હોમ ડિલિવરી કેમ બંધ છે ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page