27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : પોલો ફોરેસ્ટમાં દુર્ઘટના,નદીમાં ડૂબી જવાથી ટીંટોઈ ગામના બે યુવકના મોત,એક...

અરવલ્લી : પોલો ફોરેસ્ટમાં દુર્ઘટના,નદીમાં ડૂબી જવાથી ટીંટોઈ ગામના બે યુવકના મોત,એક નો આબાદ બચાવ

0
134

ટીંટોઈ ગામમાં ગોઝારી ઘટનાથી ભારે શોકનો માહોલ

મિનિ કાશ્મીર તરીકે જાણીતા સાબરકાંઠા જીલ્લાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં મોટી સંખ્યામાં સાહેલીઓ ઉમટી પડે છે રવિવારે પોલો ફોરેસ્ટમાં ફરવા માટે આવેલા અરવલ્લી જીલ્લાના ટીંટોઈ ગામના ત્રણ યુવકો હરણાવ નદીમાં નાહવા પડતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો હતો બે યુવકો નદીમાં ડૂબી જતા ભારે દેકારો મચી ગયો હતો વિજયનગર પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનો ઘટનાસ્થળે પહોંચી બંને મૃતક યુવકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના મિત્રો સાબરકાંઠના વિજયનગર નજીક આવેલ પોળોના જંગલમાં ફરવા ગયા હતા પોળોમાંથી પસાર થતી હરણાવ નદીમાં નાહવા પડેલા ત્રણ મિત્રોમાંથી સાહિલ મોરી (ઉં.વ.21) અને યશ વાઘેલા (ઉં.વ.22) ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા નદીમાં નાહવા પડેલા યુવકો પાણીમાં ડૂબવા લાગતા અન્ય લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવી એક યુવકને બચાવી લેવામાં સફળ રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નદીમાં શનિવારે પાણી છોડવામાં આવ્યું હોવાથી પાણીનું સ્તર અચાનક વધતા કમનસીબ દુર્ઘટના સર્જાઈ હતી નદીમાં બે યુવકો ડૂબી જવાની ઘટનાના પગલે વિજયનગર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંને મૃતક યુવકની લાશ નદીમાંથી બહાર કાઢી હતી સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ટીંટોઈ ગામના બે યુવકો પોલો ફોરેસ્ટની હરણાવ નદીમાં ડૂબી જવાની કમનસીબ ઘટનાના પગલે ભારે શોકની લાગણી છવાઈ હતી બંને મૃતક યુવકના પરિવારજનો,સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યું હતું બંને મૃતક યુવકોના મૃતદેહ જોઈ ભારે રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!