પ્રી-લિટીગેશન, લોક અદાલત અને સ્પેશ્યલ સિટીંગમાં મોટી સંખ્યામાં કેસોનું સમાધાન
અરવલ્લી જિલ્લામાં તા. ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રી-લિટીગેશન સહિત કુલ ૫૨૬૬ કેસોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
NALSA (National Legal Services Authority) તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લીના ચેરમેન શ્રીમતી એ.એન. અંજારિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ કોર્ટોમાં આ લોક અદાલત યોજાઈ હતી.
લોક અદાલતમાં પ્રી-લિટીગેશનના કુલ ૨૧,૦૫૯ કેસો મુકવામાં આવ્યા હતા, જેમાંથી ૨૮૩૫ કેસો સમાધાન દ્વારા સેટલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત લોક અદાલતમાં ૭૮૮ કેસો મુકવામાં આવ્યા હતા, જેમાંથી ૩૬૨ કેસોનો નિકાલ થયો હતો. તે સિવાય સ્પેશ્યલ સિટીંગ હેઠળ કુલ ૨૧૨૮ કેસો મુકવામાં આવ્યા હતા, જેમાંથી ૨૦૬૯ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.



