30.3 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લીમાં બિસ્માર સરડોઈ-દાવલી રોડ મામલે કલેક્ટર એક્શનમાં, સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી...

અરવલ્લીમાં બિસ્માર સરડોઈ-દાવલી રોડ મામલે કલેક્ટર એક્શનમાં, સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી સંબંધિત વિભાગને નોટિસ

0
164

સ્થાનિકોની રજૂઆત બાદ કલેક્ટર મિલિન્દ બાપનાની મુલાકાત, એક સપ્તાહમાં સમારકામના આદેશ સાથે સંબંધિત વિભાગને નોટિસ

મોડાસા, અરવલ્લી: અરવલ્લી જિલ્લાના સરડોઈ-દાવલી માર્ગની બિસ્માર હાલતને લઈને જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના સ્થળ પર પહોંચી માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. થોડા વર્ષો અગાઉ નિર્માણ પામેલા આ માર્ગ પર નબળી કામગીરી અને હલકી ગુણવત્તાના કારણે અનેક જગ્યાએ ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

માર્ગની ખરાબ હાલત અંગે સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતાં તેમણે સ્થળ પર જઈ વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન માર્ગની સ્થિતિ અંગે અસંતોષ વ્યક્ત કરી સંબંધિત વિભાગને કડક સૂચનાઓ આપી હતી.

કલેક્ટર મિલિન્દ બાપનાએ માર્ગનું સમારકામ એક સપ્તાહની અંદર પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. ઉપરાંત માર્ગના નિર્માણમાં થયેલી બેદરકારી અને ગુણવત્તાના મુદ્દે સંબંધિત વિભાગને નોટિસ ફટકારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના ની આ કાર્યવાહી બાદ રૉડના નિર્માણ તેમજ સમારકામની કામગીરીમાં ગુણવત્તા જળવાશે અને બેદરકારી દાખવનાર એજન્સીઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે તેવી સ્થાનિકોમાં આશા જાગી છે. સ્થાનિકોનું માનવું છે કે આવી ત્વરિત કાર્યવાહીથી માત્ર સરડોઈ-દાવલી માર્ગ જ નહીં, પરંતુ જિલ્લાના અન્ય બિસ્માર માર્ગોના પ્રશ્નોના નિરાકરણ માટે પણ તંત્ર વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!