31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines 2.5 કરોડ માં લીમડા તળાવનો વિકાસ ભરપુર, પ્રથમ ફેઝની ભવ્ય સફળતા પછી...

2.5 કરોડ માં લીમડા તળાવનો વિકાસ ભરપુર, પ્રથમ ફેઝની ભવ્ય સફળતા પછી બીજા ફેઝ નું નિરીક્ષણ કરશે કલેક્ટર?

0
185

મોડાસા નગરપાલિકા વિસ્તારમાં દન પ્રતિનિધિઓ ને ન ગાંઠા અધિકારીઓ લીમડા તળાવને અજાયબી સ્વરૂપે વિકાસ કરે તો નવાઈ નહીં
પ્રથમ ફેઝ ની ભવ્ય સફળતા પછી, બીજા ફેઝની અભૂતપૂર્વ કામગીરી
અરવલ્લી જિલ્લા કલેકટર મિલિન્દ બાપના મોડાસા ના રૉડ, ગટર અને લીમડા તળાવની કામગીરીનું કરશે નિરીક્ષણ?

અરવલ્લી જિલ્લામાં વિકાસશીલ રફતાર પકડી છે આ વિકાસ એવો છે કે, જો તમે ચઢી ગયા તો ગયા… બસ આવું જ મોડાસા માં ચાલે છે. મોડાસા શહેર માં રૉડ, ગટર અને અન્ય કામગીરી હાલ ચર્ચામાં છે. હવે બીજા ફેઝમાં મોડાસા નગર પાલિકા દ્વારા લીમડા તળાવની કામગીરી ચાલી રહી છે. મોડાસા નગરપાલિકા ચીફ ઑફિસર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વૉક વે અને સ્ટોન પીચિંગની કામગીરી થશે. અહીં હાલ સ્ટોન પીચિંગની જે કામગીરી થાય છે. આ જે કામગીરી થાય છે, તે પ્રથમ ફેઝ ની જેમ ભ્રષ્ટાચાર તો નહીં થાય ને, તેના માટે હવે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે કે, અરવલ્લી જિલ્લા કલેક્ટર લીમડા તળાવની મુલાકાત કરે.

મોડાસા કૉલેજ પાછળ આવેલા લીમડા તળાવના બ્યૂટિફિકેશન માટે 2.5 કરોડની ગ્રાન્ટ વપરાઈ ગઈ હતી, જેમાં પેવર બ્લોક, કૉન્ક્રીટની કામગીરીની હાલત બિસ્માર બની છે. આ પરિસ્થિતિ એવી છે કે, અહીં ચાલવું પણ મુશ્કેલ છે. કેટલીયવાર મોડાસા લીમડા તળાવની દિવાલો પડી જવાની ઘટના બની હતી. આ એક લીમડા તળાવની બેમિસાલ કામગીરીનો નમૂનો હતો. હવે જે કામગીરી ચાલી રહી છે, તે કામગીરી એટલી ઉત્તમ હોઈ શકે છે. કારણ કે, સરકાર લોકોના વિકાસ તેમજ શહેરના વિકાસ માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે. જોકે જનપ્રતિનિધિઓને ન ગાંઠતા અધિકારીઓ લીમડા તળાવનો અજાયબી સ્વરૂપે વિકાસ કરે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!