Some Populer Post

  • Home  
  • અરવલ્લી : પ્રજાનું બ્લડ પ્રેશર વધારતા જિ.પં.ના જાદુઈ કલાકારો, કરોડોની ગ્રાન્ટની વહેંચણી કરનાર ‘જાદુઈ ફોર્મ્યુલા’ પાછળ કોણ?
- Top News

અરવલ્લી : પ્રજાનું બ્લડ પ્રેશર વધારતા જિ.પં.ના જાદુઈ કલાકારો, કરોડોની ગ્રાન્ટની વહેંચણી કરનાર ‘જાદુઈ ફોર્મ્યુલા’ પાછળ કોણ?

[…]

IMG 20260316 WA0429 2

અરવલ્લી જિલ્લા પંચાયતમાં છે ગજબના અધિકારીઓ : આટલો જાદુ લોકોની ચિંતા પાછળ થયો હોત તો….

અરવલ્લી જિલ્લા પંચાયતની એક શાખામાં દોઢ કરોડ જેટલી ગ્રાન્ટના ઉપયોગને લઈને ઉઠેલી ચર્ચાઓ હવે વધુ ગંભીર સવાલોમાં પરિવર્તિત થવા લાગી છે. તાલુકા કક્ષાએ ગ્રાન્ટ વહેંચીને સીધી ખરીદી કરાઈ હોવાની ચર્ચા વચ્ચે હવે વહીવટી તંત્રની પારદર્શકતા અને જવાબદારીને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે.

કચેરીના વર્તુળોમાં એવી ચર્ચા છે કે, જો દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ વાપરવી હોય તો,  નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવી ફરજિયાત બને છે, તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. પરંતુ ગ્રાન્ટને અલગ-અલગ તાલુકા કક્ષાની કચેરીઓમાં વહેંચી દેવામાં આવે તો, ગ્રાન્ટનું વિભાગજન થઈ જાય અને….હવે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે, ગ્રાન્ટની તાલુકા કક્ષાએ વહેંચણી કરી દેવામાં આવે તો, આ અધિકારીઓ પોતાની રીતે, ખૂબ જ સરળતાથી ખરીદી કરી શકે.

હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું ખરેખર તાલુકા કચેરીઓએ પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવનાર છે કે ખરીદી પણ થઈ ગઈ છે. આ સાથે જ ઉપરથી કોઈ ચોક્કસ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા? જો તમામ તાલુકાઓમાં એકસરખી વસ્તુઓની ખરીદી થઈ હોય તો એ સંયોગ ગણવો કે પછી આખી પ્રક્રિયા પહેલેથી જ ગોઠવાઈ ગઈ હતી?

કચેરીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે ઘણી વખત આવી રીત અપનાવવામાં આવે છે, જેમાં મોટી ગ્રાન્ટને નાની નાની રકમમાં વહેંચી દેવામાં આવે છે જેથી ટેન્ડરની પ્રક્રિયા ટાળી શકાય. જોકે આ માત્ર ચર્ચા છે કે હકીકત, તે જાણવા માટે સત્તાવાર દસ્તાવેજો અને ખરીદીની વિગતો સામે આવવી જરૂરી બની છે. આ મામલે હવે વધુ એક સવાલ એ પણ ઉભો થયો છે કે ખરીદાયેલા સામાનની ગુણવત્તા, કિંમત અને સપ્લાયરોની પસંદગી કેવી રીતે કરવામાં આવી? શું બજારભાવ પ્રમાણે ખરીદી થઈ કે પછી પસંદગીના વેપારીઓને ફાયદો પહોંચાડવા માટે કોઈ ગોઠવણ કરવામાં આવી?

હાલ સુધી સમગ્ર મામલે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ જિલ્લા પંચાયતના ગલિયારામાં ચર્ચાઓનો માહોલ ગરમ છે અને હવે ઘણા લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર ખરીદીની વિગતો જાહેર કરવામાં આવે.

હવે જોવાનું રહ્યું કે દોઢ કરોડની આ ખરીદીનો આખો હિસાબ ક્યારે સામે આવે છે અને આ ‘જાદુઈ ફોર્મ્યુલા’ પાછળનું સાચું ગણિત શું છે. જો જરૂરી હોય તો તપાસ થાય અને હકીકત બહાર આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page