Some Populer Post

- ગુજરાત

બીજેપી આદિજાતિ મોરચામાં અરવલ્લીના કેવલ જોષીયારાને મળી મહત્વની જવાબદારી

.

IMG 20260317 WA0419

પદાધિકારીઓની નવી ટીમ સાથે સંગઠન સજ્જ..!!
આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવાની ટીમમાં 8 ઉપાધ્યક્ષ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓ સહિત 21 નેતાઓનો સમાવેશ

ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ફેરબદલનો દોર શરૂ થયો છે જેમાં આદિવાસી મતો અંકે કરવા માટે પાર્ટીએ પોતાની ‘નવી સેના’ મેદાનમાં ઉતારી છે. 21 અનુભવી અને યુવા નેતાઓના મિશ્રણ સાથે જાહેર થયેલું આ નવું માળખું આગામી ચૂંટણીઓમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. સત્તા અને સંગઠનના આ તાલમેલમાં કયા નવા ચહેરાઓ ચમક્યા છે તે જોવું રસપ્રદ રહેશે.

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ભિલોડા તાલુકાના પૂર્વ સ્વ.ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર અને આદિવાસી યુવા અગ્રણી કેવલ જોષીયારાની મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ અરવલ્લી જીલ્લાના અને ગાંધીનગર શહેરને કર્મભૂમિ બનાવનાર રોહિતકુમાર દામાને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી સોંપવમાં આવી છે અરવલ્લી જીલ્લાના યુવા નેતાને ભાજપે મહામંત્રી તરીકે નિમણુંક કરતા કેવલજોષીયારાએ શીર્ષ નેતૃત્વએ તેમના પર મુકેલ વિશ્વાસને સાર્થક કરવા હુંકાર ભર્યો હતો અને આગામી દિવસોમાં રાજ્યના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં પક્ષની વિચારધારા અને કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રોડ મેપ તૈયાર કરવામાં લાગી ગયા છે અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ વધુ મજબૂત બની ઉભરી આવે તે માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો

ગુજરાતના રાજકારણમાં આદિવાસી મતોનું વિશેષ મહત્વ રહ્યું છે. આગામી સમયની રાજકીય રણનીતિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠન માળખામાં મોટા ફેરફારો કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ, આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના નવા પદાધિકારીઓની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page