Some Populer Post

  • Home  
  • ગાંધીનગરના PDPU આઇકોનિક રોડ પર પોલીસની લાલ આંખ: જોખમી સ્ટંટબાજો અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી
- ગુજરાત

ગાંધીનગરના PDPU આઇકોનિક રોડ પર પોલીસની લાલ આંખ: જોખમી સ્ટંટબાજો અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી

[…]

WhatsApp Image 2026 03 17 at 8.33.54 PM

ગાંધીનગર શહેરના પ્રખ્યાત PDPU આઇકોનિક રોડ પર મોડી રાત્રે જોખમી બાઇક ડ્રાઇવિંગ અને અવાજનું પ્રદૂષણ ફેલાવતા તત્વોને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. માનનીય મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધીક્ષક (S.P.) ના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલા આઇકોનિક રોડ પર છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે બાઇક સ્ટંટ અને મોડિફાઈડ સાયલેન્સરના અવાજોને કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની ટીમ દ્વારા રાત્રિના ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન આ વિસ્તારમાં ખાસ ‘વોચ’ ગોઠવવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસ દ્વારા અંદાજે ૧૦ થી ૧૨ જેટલી મોડિફાઈડ અને ફેન્સી બાઇકોને ડિટેન કરવામાં આવી છે.

આ વાહનોમાં RTOના નિયમો વિરુદ્ધના ફેરફારો જોવા મળ્યા હતા. ખાસ કરીને જે બાઇકર્સ દ્વારા કંપની ફિટેડ સાયલેન્સર કાઢીને ગેરકાયદેસર સાયલેન્સર લગાવી ફટાકડા જેવા અવાજો કાઢવામાં આવતા હતા, તેમની સામે મેમો આપી કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં જોખમી રીતે બાઇક ચલાવતા ‘ધૂમ’ બાઇકર્સને ઝડપી પાડી રસ્તાઓ પર શિસ્ત જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અને વાહનોમાં ગેરકાયદેસર ફેરફાર કરવાથી બચવું. પોલીસ વિભાગે સ્પષ્ટ ચીમકી આપી છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ‘સરપ્રાઈઝ ચેકિંગ’ ચાલુ રાખવામાં આવશે અને શાંતિ ભંગ કરનારા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page