Some Populer Post

  • Home  
  • અરવલ્લી : મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાજકીય ગરમાવો,ભાજપના મેન્ડેટના વિરુદ્ધ જઈ યોજાઈ ચૂંટણી 
- Top News

અરવલ્લી : મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાજકીય ગરમાવો,ભાજપના મેન્ડેટના વિરુદ્ધ જઈ યોજાઈ ચૂંટણી 

[…]

IMG 20260318 WA0849

અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના મેન્ડેટના વિરુદ્ધ જઈ કેટલાક ડિરેક્ટરોએ મતદાન કરતા ચૂંટણી રસપ્રદ બની હતી.માહિતી મુજબ, ભાજપના મેન્ડેટમાં કિરીટભાઈ પટેલનું નામ જાહેર થતા કેટલાક ડિરેક્ટરોમાં અસંતોષ થયો, જેના કારણે ચેરમેન પદ માટે ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. જિલ્લા રજિસ્ટ્રાર તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.ચેરમેન પદ માટે પંકજભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલ વચ્ચે સીધી ટક્કર થઈ હતી. મતદાનના અંતે પંકજભાઈ પટેલને 9 મત મળ્યા હતા જ્યારે કિરીટભાઈ પટેલને 7 મત મળતા પંકજભાઈ પટેલ ખેડૂત વિભાગમાંથી ચેરમેન તરીકે વિજેતા જાહેર થયા હતા.જ્યારે વેપારી વિભાગમાંથી રાકેશભાઈ પટેલ વાઇસ ચેરમેન પદ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.ચૂંટણીના પરિણામ બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકો અને માર્કેટયાર્ડના ડિરેક્ટરોએ ઉજવણી કરી વિજયનો આનંદ વ્યક્ત કર્યો હતો. પરંતુ જે પ્રકારે મોડાસા માર્કેટ યાર્ડમાં મેન્ડેડ વિરુદ્ધ જઈ જે રીતે ચૂંટણી યોજાઈ જેને લઇ હવે રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page