Some Populer Post

  • Home  
  • અરવલ્લી : ધરમડી વાંટાના ખેડૂતે ખેતરમાં ગાંજાની ખેતી કરી સાઠંબા પોલીસે દબોચી લીધો
- ક્રાઇમ

અરવલ્લી : ધરમડી વાંટાના ખેડૂતે ખેતરમાં ગાંજાની ખેતી કરી સાઠંબા પોલીસે દબોચી લીધો

[…]

IMG 20260319 WA0504

અરવલ્લી જીલ્લામાં નશાની ખેતીમાંમાં વધારો થઇ રહ્યો છે બીજી બાજુ અરવલ્લી પોલીસ “નો ડ્રગ્સ ઇન અરવલ્લી” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અરવલ્લીની વિવિધ પોલીસ દ્વારા ડ્રગ્સ અને ગાંજા જેવા નશાકારક પદાર્થોને ઝડપી લઈને કાર્યવાહી થઈ રહી છે.સાઠંબા પોલીસને મળેલી બાતમીના પગલે ધરમડી વાંટાના ખેડૂતે તેના કબ્જાના ખેતરમાં વરિયાળીની આડમાં વાવેતર કરેલા 57 હજારથી વધુના લીલા ગાંજાના જથ્થાને ઝડપી પાડી નશાની ખેતી કરનાર શખ્સ ને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થોનો ઉપયોગ અને હેરાફેરી વધી હોય તેમ અવારનવાર નશીલા પદાર્થ ઝડપાઈ રહ્યા છે.અરવલ્લી જીલ્લામાં ગેરકાયદે પ્રવ્રુતિ કરતા લોકોને જાણે કાયદાનો ડર રહ્યો જ ના હોય તેમ ઠેરઠેરથી નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર ઝડપાઈ રહ્યું છે. સાઠંબા પોલીસ સ્ટેશનના પીઆઇ સેજલ પટેલ અને તેમની ટીમે પેટ્રોલિંગ હાથધરતા ધરમડી વાંટા ગામમાં વરિયાળીના ખેતરમાં એક શખ્સ ગાંજાની ખેતી કરી રહ્યો હોવાની બાતમી મળતા બાતમી આધારિત સાઠંબા-ગાબટ રોડ પર આવેલ પુનાજી અદરાજી પરમારના વરીયાળીના વાવેતર વાળા ખેતરમાં તપાસ હાથ ધરતાં ખેતરમાં વરીયાળીના વાવેતરની આડમાં નશીલા પદાર્થ ગાંજાના છોડ નંગ. ૫.મળી આવ્યા હતા. જેનું કુલ વજન ૧.૧૫૧.કિ.ગ્રા.બજાર કિંમત રૂપિયા ૫૭૫૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપી પુનાજી અદરાજી પરમાર ઉં વ. ૭૫.રહે. ધરમડી વાંટા તા. સાઠંબાની ધરપકડ કરી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રાફિક સબસ્ટન્સીસ એક્ટ (સી), ૨૦(૨)હેઠળ સાઠંબા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page