Some Populer Post

  • Home  
  • ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો: કરા સાથે વરસાદની આગાહી, 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
- Top News

ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો: કરા સાથે વરસાદની આગાહી, 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

[…]

content image 5aa85302 07ac 48a8 a29b 1166938032c0 scaled

60થી 80 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા – ખેડૂતોમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ

અમદાવાદ:
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. મોડી રાતથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી કલાકોને ધ્યાનમાં રાખીને Nowcast જાહેર કર્યો છે, જેમાં અનેક જિલ્લાઓ માટે ચેતવણી આપવામાં આવી છે.

9 જિલ્લામાં રેડ એલર્ટ:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા છે. અહીં પવનની ઝડપ 62થી 87 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર:
મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં 41થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે મેઘગર્જના, વરસાદ અને કરા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ:
ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

ખેડૂતોમાં ચિંતા વધતી:
રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ 20 માર્ચ સુધી યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેની અસર વધુ જોવા મળી શકે છે. આ દરમિયાન ભારે પવન અને કરા સાથે પડતા વરસાદથી તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page